આજે સવારે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના આંતરિયાળ ગામોમાં ધડાકો સંભળાયો હોવાની વાત વહેતી થઈ હતી. ત્યારબાદ સોનગઢ તાલુકાના ધનમોલી, ડરદી અને ડાંગ જિલ્લાના બરડીપાડા, બંધપાડા તેમજ મહાલમાં હેલિકોપ્ટર તૂટી પડ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું. તેની સાથે હેલિકોપ્ટર ક્રેશ થવાના ફોટા વાયુવેગે ફરતા થયાં હતા. એટલે તાપી અને ડાંગ જિલ્લાનું તંત્ર જંગલમાં હેલિકોપ્ટરની શોધમાં જોતરાયું હતું.
E-TV Fact Check: તાપી-ડાંગના જંગલમાં હેલિકોપ્ટર ક્રેશ થયાના મેસેજ માત્ર અફવા - Gujarat
વ્યારાઃ તાપી અને ડાંગ જિલ્લાના જંગલ વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થવાના મેસેજ બુધવારની સવારથી સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં હતા. જેને પગલે તાપી અને ડાંગ જિલ્લાનું તંત્ર દોડતું થયું હતું. જો કે, આ અંગે ETV ભારતે તપાસ કરી હતી. આ તપાસમાં સામે આવ્યું કે, હલિકોપ્ટર ક્રેશ થયાની વાત માત્ર એક અફવા છે.
E-TV Fact Check: તાપી-ડાંગના જંગલમાં હેલિકોપ્ટર ક્રેશ થયાના મેસેજ માત્ર અફવા
હેલિકોપ્ટર ક્રેશ થવાની વાતને પગલે તાપી જિલ્લાના જંગલ વિભાગના મુખ્ય અધિકારી આનંદ કુમાર, તાપી SP ચૌધરી, તાપી કલેકટર નિનામા, તેમજ સોનગઢ સ્થાનિક મામલતદાર અને પોલીસ વિભાગ અંતરિયાળ જંગલમાં પહોચ્યાં હતાં. ત્યારે હેલિકોપ્ટર જોવા માટે માનવ મહેરામણ ઉમટ્યું હતું. જો કે, હેલિકોપ્ટર તૂટી પડવાની વાત આખરે અફવા નીકળતાં તાપી અને ડાંગ જિલ્લાના તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ અંગે ETV ભારતે તપાસ કરી હતી. આ તપાસમાં સામે આવ્યું કે, હલિકોપ્ટર ક્રેશ થયાની વાત અફવા છે.