ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપીમાં ભારે પવન સાથે વરસાદ, ગામડાઓમાં વીજપૂરવઠો ખોરવાયો - heavy Rain

તાપીઃ કાળઝાળ ગરમી બાદ હવે મેઘરાજાએ મનમુકી વરસવાની શરૂઆત કરી દીધી છે. ત્યારે તાપી જિલ્લામાં પણ વહેલી સવારથી ભારે પવન સાથે તમામ તાલુકાઓમાં વરસાદ શરૂ થયો હતો. જેથી વરસાદને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો.

તાપી

By

Published : Jul 5, 2019, 12:42 PM IST

Updated : Jul 5, 2019, 1:56 PM IST

રાજ્યમાં હાલ વરસાદ વરસી રહ્યો છે, તેમાં તાપી જિલ્લો પણ બાકાત રહ્યો નથી. મોડી સાંજથી જ અનેક વિસ્તારોમાં છુટા છવાયા ઝાપટા પડ્યા હતા. જયારે આજે વહેલી સવારથી મેઘરાજા એ તોફાની બેટિંગ શરૂ કરી હતી અને ધોધમાર વરસાદ શરુ થયો હતો. તાપી જિલ્લાની વાત કરીએ તો, વ્યારા, વાલોડ, સોનગઢ, ઉચ્છલ, નિઝર, કુકરમુંડા તેમજ ડોલવણ સહીતના તમામ વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો.

તાપીમાં ભારે પવન સાથે વરસાદ, ગામડાઓમાં વીજપૂરવઠો ખોરવાયો

વરસાદ પ્રભાવિત તાલુકાની વાત કરીએ તો, જિલ્લાના વ્યારામાં 81 mm વરસાદ સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધી ખાબકતા જન જીવનને પણ માઠી અસર જોવા મળી હતી. ભારે પવન સાથે વરસાદ પડતા હજુ સુધી કોઈ અનિચ્છનીય ઘટના તો બહાર આવી નથી, પરંતુ ગ્રામ્યના અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો અનિયમિત થયો છે. વ્યારામાં 81 mm, વાલોડમાં 30 mm, સોનગઢમાં 32 mm, ઉચ્છલમાં 44 mm, નિઝરમાં 16 mm, કુકરમુંડામાં 28 mm અને ડોલવણમાં 20 mm જેટલો વરસાદ વરસ્યો છે. જેથી લોકોએ પણ વાતાવરણમાં ઠંડક પ્રસરતા રાહત મેળવી હતી.

Last Updated : Jul 5, 2019, 1:56 PM IST

ABOUT THE AUTHOR

...view details