તાપીગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં (GUJARAT ASSEMBLY ELECTION) જોવા મળી રહી છે. ત્યારે ETV BHARATનો વિશેષ કાર્યક્રમ ચૂંટણી ચર્ચામાં તાપી જિલ્લાની નિઝર વિધાનસભા બેઠક પર મતદારોનો મિજાજ જાણવાનો (Demand of Nizar Assembly seat) પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ચૂંટણી ચર્ચામાં નિઝરવાસીઓએ રજૂ કરી વિવિધ માગ, વર્ષ 2007થી અસ્તિત્વમાં આવેલી આ બેઠક કૉંગ્રેસનો ગઢ છે - ગુજરાત રાજકીય સમાચાર
રાજ્યમાં ચૂંટણીને ધ્યાનમાં (GUJARAT ASSEMBLY ELECTION) રાખી ETV Bharatની ટીમે તાપીની નિઝર વિધાનસભા બેઠક (nizar assembly constituency) પર મતદારોનો મિજાજ જાણવાનો પ્રયાસ કર્યો હતો. આ બેઠક વર્ષ 2007માં અસ્તિત્વમાં આવી હતી ને ત્યારથી જ આ બેઠક કૉંગ્રેસનો ગઢ છે. ત્યારે આ બેઠક પર લોકોની શું માગ છે આવો જાણીએ.
મતદારો ચૂંટણી ચર્ચામાં થયા સહભાગી નિઝર વિધાનસભા બેઠક (nizar assembly constituency) વર્ષ 2007થી અસ્તિત્વમાં આવી છે અને આ બેઠક પર કોંગ્રેસનો ગઢ રહ્યો છે. આ વિસ્તારના લોકોની પ્રાથમિક સુવિધાઓ, સમસ્યા, સ્થાનિક પ્રશ્નો, મોંઘવારી, આરોગ્ય અને રોજગરલક્ષી મુદ્દાઓને લઈ ચર્ચા (Demand of Nizar Assembly seat) કરવામાં આવી હતી. આ બેઠક પર અનેક મુદ્દાઓને લઈ સ્થાનિક ધારાસભ્ય સતત સરકાર સામે અવાજ ઉઠાવતા આવ્યા છે. ત્યારે મતદારો પોતાના મંતવ્યો થકી ચૂંટણી ચર્ચામાં સહભાગી થયા હતા.
રાજકીય પાર્ટીઓનું જોર મહત્વનું છે કે, રાજ્યમાં 1 અને 5 ડિસેમ્બર એમ 2 તબક્કામાં ચૂંટણી (GUJARAT ASSEMBLY ELECTION) યોજાશે. ત્યારે હવે મતદાનને ગણતરીના દિવસો (Gujarat Political News) બાકી છે. ત્યારે તમામ પાર્ટીઓએ ચૂંટણી પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી દીધું છે. આ સાથે જ રાજકીય પાર્ટીઓ ઉમેદવારોની યાદી અને મેનિફેસ્ટો બનાવવામાં પણ વ્યસ્ત છે.