ગુજરાત

gujarat

ETV Bharat / state

વ્યારા બેઠક પર ભાજપે ચૂંટણી લડવા મોહન કોંકણીને ઉતાર્યા મેદાને - Vyara BJP candidate Mohan Konkani

તાપી જિલ્લાની વ્યારા વિધાનસભા માટે મોહન કોંકણીને (Vyara assembly candidate seat) ટિકીટ આપી છે. મોહન કોંકણી આદિવાસી સમાજના સક્રિય આગેવાન રહી ચૂક્યાં છે. ત્યારે મોહન કોંકણીનો કોણ છે જાણો પરિચય.(Gujarat Assembly Election 2022)

વ્યારા બેઠક પર ભાજપે ચૂંટણી લડવા મોહન કોંકણીને ઉતાર્યા મેદાને
વ્યારા બેઠક પર ભાજપે ચૂંટણી લડવા મોહન કોંકણીને ઉતાર્યા મેદાને

By

Published : Nov 14, 2022, 2:51 PM IST

તાપી ચૂંટણીની જાહેરાત પછી કયા ઉમેદવારોને ટિકીટ મળે છે. તેની પર સૌની (Vyara assembly candidate seat) નજર રહેતી હોય છે. ત્યારે આવો જ ઘાટ જોવા મળ્યો છે તાપીમાં અહીં આદિવાસી આગેવાન એટલે કે રાજેન્દ્ર સિંહ કુંવરની ટિકીટ કપાઈ ગઈ છે. તેમની જગ્યાએ અહીં ભાજપે તાપી જિલ્લાની વ્યારા વિધાનસભા માટે મોહન કોંકણીને ટિકીટ આપી છે. (Tapi assembly seat candidate)

તાપી જિલ્લાની વ્યારાની 171 બેઠક પરથી ભાજપે મોહન કોંકણીને મેદાને ઉતાર્યા

વર્ષ 2007માં અસ્તિત્વમાં આવી આ બેઠકતાપી જિલ્લાના મુક્ત મથકની વ્યારા બેઠક વર્ષ 2007ના સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક પર સૌથી વધુ આદિવાસી મતદારો છે. જોકે, આ બેઠક પર કોંગ્રેસનો કબજો રહ્યો છે. અહીંથી પૂનાજી ગામીત ધારાસભ્ય છે. જોકે, હવે તેમને કોંગ્રેસના ગઢ ગણાતા વ્યારા વિધાનસભામાં ભાજપે મોહન કોંકણીને ટિકીટ આપી છે. (assembly candidate seat in Tapi)

મોહન કોંકણીનો પરિચય મોહન કોંકણી મૂળ ગુજરાતના તાપીના ડોલવણ તાલુકાના હરીપુરા ગામના રહેવાસી છે. તેમના પિતા એક ખેડૂત છે. તેઓ લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. જેમાં તેમણે 1995થી રાજકીય ક્ષેત્રે સક્રિય થયા હતા. 2002થી 2005 સુધી તાલુકા યુવા મોરચા અને સંગઠનની જવાબદારી નિભાવી હતી. પૂર્વ સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ માવજી ચૌધરીને 2015માં જિલ્લા પંચાયતની સીટ પર હરાવી જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા તરીકે કાર્યરત હતા. 2020-21માં જિલ્લા પંચાયત સીટ પર વિજેતા થઈ તાપી જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ તરીકે હાલ કાર્યરત. આ ઉપરાંત દર વર્ષે તેઓ પરિવારના કોઈપણ સભ્યોનો જન્મદિવસ હોય ત્યારે તેઓ ઉજવણી કરવાની જગ્યાએ સેવાકીય કાર્યો થકી જરૂરિયાતમંદોને મદદ કરવાનું પસંદ કરે છે. (Vyara BJP candidate Mohan Konkani)

સક્રિય નેતા મોહન કોંકણી આદિવાસી સમાજના સક્રિય આગેવાન રહી ચૂક્યાં છે. તેઓ ભાજપના કાર્યક્રમોમાં મંચ ઉપર નજર આવી ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, મોહન કોંકણી કોંગ્રેસના દિગ્ગજ નેતા પુનાજી ગામીત સામે અને આપના બિપિન ચૌધરી સામે ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. મોહન કોંકણી પોતાનો વધારે સમય તાપી જિલ્લામાં વિતાવે છે. ડોલવણ તાલુકામાં તેમની જમીનમાં ખેતી કરે છે. જ્યારે હરીપુરા ગામમાં ઘર છે. (Gujarat Assembly Election 2022)

ABOUT THE AUTHOR

...view details