તાપી : ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ઢોલ વાગી ચૂક્યો છે. પહેલા તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. જેના માટે રાજકીય પાર્ટી દ્વારા દરેક વિધાનસભા સીટો પર જોરશોરથી ચૂંટણી પ્રચાર શરુ કરી (Tapi Assembly seat) દેવામાં આવ્યો છે. જેને લઈને ગઈકાલે કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડા અને કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા તાપી જિલ્લાની મુલાકાતે હતા. (Gujarat Assembly Election 2022)
પુરુષોત્તમ રૂપાલાએ ચૂંટણીના વરરાજાઓને લઈને કરી ભલામણ
કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડા અને પુરુષોત્તમ રૂપાલા તાપી જિલ્લાની (Parshottam Rupala visit Tapi) મુલાકાતે હતા. તાપીમાં પુરુષોત્તમ રૂપાલાએ ચૂંટણીના પ્રચારની સાથે ભાજપના કાર્યકરોને વિધાનસભાના (Tapi Assembly seat) ઉમેદવારને લઈને ભલામણ કરી હતી. (Gujarat Assembly Election 2022)
વ્યારા અને નિઝર બેઠકો અગ્રેસરઆગામી વિધાનસભાની ચુંટણીમાં ફરીથી ભાજપ વિજેતા થાય તે માટે ભાજપ મોવડી મંડળે દરેક વિધાનસભા બેઠકો પર કેન્દ્રીય નેતાની ફોજ ઉતારી દીધી છે. ચૂંટણી પ્રચાર જોરશોરથી શરુ (Parshottam Rupala visit Tapi) કરી દિધો છે. જે અંતર્ગત તાપી જિલ્લાની વ્યારા અને નિઝર બેઠકો માટે અગ્રેસર ગુજરાત અભિયાન કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન અર્જુન મુંડા અને પુરુષોત્તમ રૂપાલા આવ્યા હતા. જેઓએ આદિવાસી પ્રતિનિધિ સાથે સીધો સંવાદ કર્યો હતો. (Tapi Assembly seat candidate)
રૂપાલાએ કરી ભલામણ કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલાએ મંચ પરથી જણાવ્યું હતું કે, વ્યારા અને નિઝર બેઠકોના વરરાજાને જીતાડવાના છે જેને લઈને હું આયા આવ્યો છું. કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં કરવામાં આવેલા વિકાસના કામોથી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વ્યારા અને નિઝર વિધાનસભા સીટોના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. (Arjun Munda visits Tapi)