ગુજરાત

gujarat

ETV Bharat / state

ભાજપને સત્તા પર લાવવા UPની પાર્ટીએ વાપીમાં ધામા નાખી કોંગ્રેસને રાવણ સાથે સરખાવી - Sanjay Shukla as National Secretary

ઉત્તરપ્રદેશમાં NDAની એલાયન્સ પાર્ટી એવી નિષાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હાલ (Dr Sanjay Nishad Visit Vapi) ગુજરાતના પ્રવાસે છે. આ મુલાકાતમાં સંજય શુક્લાને રાષ્ટ્રીય સચિવ પદે નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી. તેમજ નિષાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષે ભાજપે કરેલા કાર્યોના ગુણગાન ગાઈને કોંગ્રેસને રાવણ સાથે સરખાવી હતી. (Gujarat Assembly Election 2022)

ભાજપને સત્તા પર લાવવા UPની પાર્ટીએ વાપીમાં ધામા નાખી કોંગ્રેસને રાવણ સાથે સરખાવી
ભાજપને સત્તા પર લાવવા UPની પાર્ટીએ વાપીમાં ધામા નાખી કોંગ્રેસને રાવણ સાથે સરખાવી

By

Published : Nov 28, 2022, 12:58 PM IST

વાપી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જીત અપાવવા ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સત્તા પર આવે તે માટે UPની નિષાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. સંજય કુમાર નિશાદ વાપીમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. જે અંતર્ગત વાપીના અંબામાતા મંદિર પ્રાંગણમાં હિન્દી ભાષી મતદારોને સંબોધન કરી ભાજપને મત આપવા (Dr Sanjay Nishad Visit Vapi) અપીલ કરી હતી. તેમજ વાપીના સંજય શુકલાને રાષ્ટ્રીય સચિવના પદ પર નિયુક્ત કરતી જાહેરાત કરી હતી. (National President Nishad Party)

વાપીમાં નિષાદ પાર્ટીના અધ્યક્ષે હિન્દી ભાષી મતદારો સાથે બેઠક યોજી

નિશાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતના પ્રવાસે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈ ચૂંટણી પ્રચારનો ધમધમાટ શરૂ થયો છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તેમના સ્ટાર પ્રચારકોને ગુજરાતમાં મોકલી મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે ઉત્તરપ્રદેશમાં NDAની એલાયન્સ પાર્ટી એવી નિષાદ (Nirbal Indian Shoshit Hamara Aam Dal) (NISHAD) પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. સંજય કુમાર નિશાદ હાલ ગુજરાતના પ્રવાસે છે. ગુજરાતમાં રવિવારે વાપીના અંબામાતા મંદિર પ્રાંગણમાં આવેલા સાંસ્કૃતિક હોલમાં ઉત્તરપ્રદેશના હિન્દી ભાષી મતદારો સાથે મુલાકાત કરી હતી. ગુજરાતમાં ભાજપને મત આપી ફરી સત્તા પર લાવવા અપીલ કરી હતી. ડૉ. સંજય કુમાર નિશાદે ભાજપ અને નિષાદ પાર્ટીએ મળીને ઉત્તરપ્રદેશમાં કરેલા વિકાસની ગાથા રજૂ કરી હતી.

કોંગ્રેસની સરકારને રાવણ રાજ સાથે સરખાવીનિશાદે કોંગ્રેસની સરકારને રાવણ રાજ સાથે અને હાલની મોદી સરકારને રામ રાજ્ય સાથે સરખાવી હતી. કોંગ્રેસ, સપા, બસપાના રાજમાં ઉત્તરપ્રદેશમાં જે ભય, ભ્રષ્ટાચાર હતો, તેનાથી હિન્દી ભાષી મતદારોને (Residents of Uttar Pradesh in Vapi) વાકેફ કરી, આકરા પ્રહારો કર્યા હતા. ભાજપની સત્તામાં રામ મંદિર સહિત નિશાદ રાજની પ્રતિમાના નિર્માણનો ઉલ્લેખ કરી ઉત્તરપ્રદેશને ઉત્તમ પ્રદેશ બનાવનાર ભાજપ માટે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ, સામાજિક વિકાસ, આર્થિક વિકાસમાં યોગદાન આપવા ભાજપને મત આપી જીત અપાવવા આહવાન કર્યું હતું. (Dr Sanjay Nishad hits at Congress)

સંજય શુક્લાને રાષ્ટ્રીય સચિવ પદે નિયુક્તઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશમાં નિષાદ પાર્ટીએ NDAની ઘટક દલ પાર્ટી છે. ઉત્તરપ્રદેશમાં તેમના 11 MLA અને 1 MP છે. તેમની સત્તામાં તેઓએ માછીમારોના વિકાસ માટે, ખેડૂતો, શોષિત વર્ગના વિકાસ માટે અનેક યોજનાઓ કાર્યરત કરી આર્થિક મજબૂતી પ્રદાન કરી છે. તેવું નિષાદ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. સંજય નિશાદે (Sanjay Shukla as National Secretary) જણાવ્યું હતું. તેમજ વાપીના સંજય શુક્લાને રાષ્ટ્રીય સચિવ પદે નિયુક્ત કરવાની જાહેરાત કરી હતી. જે બદલ સંજય શુક્લાએ પણ પાર્ટીનો આભાર માની પાર્ટી પ્રત્યે વફાદાર રહી કામ કરવાની નેમ વ્યક્ત કરી હતી. (Gujarat Assembly Election 2022)

ABOUT THE AUTHOR

...view details