સુરત જિલ્લાના માંડવી તાલુકાના બલાલતીર્થ અને મગતરામાં ગેરકાયદેસર રેતી લિઝો દરોડા પાડ્યા હતા. ગાંધીનગર વિજિલન્સ ફ્લાઈંગ સ્ક્વોડ સાથે ભૂસ્તરની ગેરકાયદે રેતી ખનન પર તવાઈ બોલાવી હતી. સુરત જિલ્લા સાથે તાપી જિલ્લાના સોનગઢ ના કાળાવ્યારા,ઘસિયામેઢાથી નિઝર સુધીના રેતી લિઝો પર સન્નાટો છવાઈ ગયો હતો.
40 વિજિલન્સ અધિકારીની ટીમ દ્વારા સુરત અને તાપીના રેતીચોરો પર તવાઈ
તાપીઃ રાજ્યમાં ચોમાસુ બેસવાને આરે છે ત્યારે રેતી માફિયાઓ ચોમાસા દરમિયાન રેતીનો મોટા પાયે સંગ્રહ કરી દેતા હોય છે. ત્યારે ભૂસ્તર વિભાગને અંધારામાં રાખી રાજ્યની વિજિલન્સ ટિમ સુરત જિલ્લાના માંડવી તેમજ તાપી જિલ્લામાં તાપી કિનારે તેમજ નદીઓમાં ચાલતા રેતી ખનન ઉપર રેડ કરી હતી.
સ્પોટ ફોટો
અધિકારીઓની એક નહીં બે નહીં 40 થી વધુ અધિકારીઓની ટિમ તાપીના પટમાં ઉતરી રેતીની લિઝો પર તપાસ હાથ ધરી હતી. કાર્યવાહીને પગલે રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાયો હતો. બીજી બાજુ ઘસિયામેઢામાં તો તાપી નદી માંથી રેતી ભરેલી ટ્રકો ખાલી કરી ભાગી છૂટ્યા હતા. તાપી જિલ્લાની રેતીની લિઝો પર રોયલ્ટીના નામે વહન થતી ઓવરલોડ ટ્રકોથી સરકારને કરોડો રૂપિયાનો ચુનો ચોપડાય રહ્યો છે.