ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપી જિલ્લા રેતી અને બ્લેકટ્રેપ ક્વોરી એસોસિએશનની દ્વારા કોરોના દર્દીઓને નિ:શુલ્ક નાળિયેર વિતરણ - free coconut distribution

તાપી જિલ્લાના બજારોમાં કોરોના મહામારીના કારણે નારિયેળ પાણીની કાળાબજારી થઇ રહી છે. ત્યારે જિલ્લામાં રેતી અને બ્લેકટ્રેપ ક્વોરી એસોસિએશન દ્વારા સેવાકીય કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં તાપી જિલ્લામાં કોરોનાના દર્દીઓને નિ:શુલ્ક નારિયેળ પાણી અને અન્ય લોકોને 40 રૂપિયામાં આ ટોપરા આપવામાં આવી રહ્યા છે.

કોરોના દર્દીઓને નિ:શુલ્ક નાળિયેર વિતરણ
કોરોના દર્દીઓને નિ:શુલ્ક નાળિયેર વિતરણ

By

Published : May 19, 2021, 9:03 AM IST

  • કોરોનાના દર્દીઓને નિશુલ્ક નારિયેળ પાણીનું વિતરણ
  • નારિયેળ પાણીની કાળા બજારી થઇ રહી
  • રેતી અને બ્લેકટ્રેપ ક્વોરી એસોસિએશન દ્વારા નિ:શુલ્ક નારિયેળ વિતરણ

તાપી :કોરોનાની મહામારી ચાલી રહી છે. તેમાં દર્દીઓ માટે લીંબુ પાણી, સંતરા, મોસંબી અને નારિયેળ પાણી ખુબ સારૂ માનવામાં આવે છે. પરંતુ હાલમાં બજારોમાં એક નારિયેળ પાણીના અંધાધુંત રૂપિયા લેવામાં આવી રહ્યા છે અને તેની કાળા બજારી થઈ રહી છે.

આ પણ વાંચો : ભોઈરાજ યુવા મંડળ દ્વારા લોકોને રાહત દરે લીલા નાળિયેરનું વિતરણ

જિલ્લા રેતી અને બ્લેકટ્રેપ ક્વોરી એસોસિએશન દ્વારા સેવાકીય કામગીરી શરૂ કરાઇ

કાળા બજરી બંધ કરવા આવા સમયમાં લોકોને સસ્તા દરે નારિયેળ પાણી મળી રહે તે માટે તાપી જિલ્લા રેતી અને બ્લેકટ્રેપ ક્વોરી એસોસિએશન દ્વારા સેવાકીય કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં તાપી જિલ્લામાં કોરોનાના દર્દીઓને નિ:શુલ્ક નારિયેળ પાણી અને અન્ય લોકોને 40 રૂપિયામાં આ ટોપરા આપવામાં આવી રહ્યા છે.

કોરોનાના સમયમાં 60, 70 અને 100 રૂપિયામાં વેચવામાં આવી રહ્યું

જિલ્લામાં કાળા બજારીઓ દ્વારા દર્દીઓને આપવામાં આવતા નારિયેળ પાણીમાં પણ વધારે પૈસા લેવામાં આવી રહ્યા છે. જે નારિયેળ પાણી થોડા સમય પહેલાં 40 રૂપિયા કે 35 રૂપિયામાં મળતા હતા. તે નાળિયેર પાણી હવે કોરોનાના સમયમાં 60, 70 અને 100 રૂપિયાનું વેચવામાં આવી રહ્યું છે. તેથી ગરીબ દર્દીઓને હાલાકી ભોગવવી પડી રહી છે.

આ પણ વાંચો : ડાંગમાં SBI બેંક કર્મચારીઓ દ્વારા મફત માસ્ક અને સેનીટાઇઝરનું વિતરણ

કોરોનાના દર્દીઓને આ નારિયેળ પાણી નિ:શુલ્ક આપવામાં આવી રહ્યું

તાપી જિલ્લાના રેતી અને બ્લેક ટ્રેપ ક્વોરી એસોસિએશન દ્વારા અલગ-અલગ વિસ્તારોમાંથી જથ્થાબંધ નાળિયેરની ખરીદી કરવામાં આવી છે. આ નારિયેળ અલગ-અલગ તાલુકાઓમાંથી તાપી જિલ્લામાં લાવવાની જે પણ મજૂરી થાય તે પણ એસોસિએશન દ્વારા ચુકવી દેવામાં આવી છે. આ એસોસિએશન દ્વારા વ્યારામાં કોરોનાના દર્દીઓને આ નારિયેળ પાણી નિ:શુલ્ક આપવામાં આવી રહ્યું છે. સાથે જિલ્લામાં કોઈ પણ લોકોને તરોપા જોઈતા હોય તો તેઓને ચાલીસ(40) રૂપિયામાં આપવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details