તાપી મહિલાઓ પણ હવે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે, ત્યારે તાપીના જિલ્લાના 8000 હેક્ટરમાં ફેલાયેલા જંગલમાંથી (wood thief in Tapi) સૌથી મોટી રેન્જ ગણાતી મલંગ દેવમાં મહિલા RFO પોતાની રેન્જને એકલા હાથે સાચવે છે. સાગ અને અન્ય કિંમતી લાકડાઓની ચોરી કરતા આ લાકડા ચોરો સામે મહિલા RFO માર્ટિના ગામીતે એક દિવાલ બનીને ઉભા રહે છે. આટલા મોટા વિસ્તારમાં (Tapi Malang Dev Range) કામગીરી કરવી અને તે પણ દિવસ રાત એક ચેલેન્જ જેવું છે. જે ચેલેન્જને આ મહિલા અધિકારીએ ઉપાડીને સાબિત કરી બતાવ્યું છે કે નારી હંમેશા કોઈ પણ મુશ્કેલ કાર્ય માટે પણ સક્ષમ છે.
ગુજરાતની મહિલા વન અધિકારીથી મહારાષ્ટ્રથી આવનાર લાકડા ચોરો છે હેરાન પરેશાન
ગુજરાતની એક મહિલા વન અધિકારીના કારણે (wood thief in Tapi) મહારાષ્ટ્રથી આવનાર લાકડા ચોરો હેરાન પરેશાન થઈ ગયા છે. તાપીના જિલ્લાના 8000 હેક્ટરમાં ફેલાયેલા જંગલમાંથી લાકડા ચોર માટે આ મહિલા માથાનો દુખાવો બની ગઈ છે. (Tapi forest area)
પૈસા આપીને લાકડીઓ લઈ લેતામાર્ટિના ગામીતે જણાવ્યું હતું કે, મારો વિસ્તાર ડાંગ જિલ્લા (teak wood Theft in Tapi) અને મહારાષ્ટ્ર બોર્ડરથી જોડાયેલો છે. મારા વિસ્તારમાં લાકડા ચોરોની સમસ્યા વધારે છે. મહારાષ્ટ્રથી કેટલા લાકડા ચોર અમારા વિસ્તારમાં આવી જાય છે. અમારા રેન્જમાં ભોળા આદિવાસી લોકો રહે છે. જેમને તેઓ ફોસલાવીને ફસાવી લે છે. તેમની પાસેથી પૈસા આપીને લાકડીઓ લઈ લેતા હોય છે અને મહારાષ્ટ્રમાં લઈ જાય છે. અમે 10 લોકોનો સ્ટાફ છે, જેમાં બે વન મહિલા કર્મચારીઓ છે. (wood thief in Tapi)
સ્થાનિક ગામના લોકો સાથે સંકલનમાંતેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સ્થાનિક કર્મચારીઓ હોવાથી આ લોકો સારી રીતે અહીં જંગલ વિસ્તારને સંભાળી લેતા હોય છે. અમે પણ સ્થાનિક હોવાથી અહીંના ગામના લોકોને અલગ અલગ યોજના હેઠળ કામ અપાવીએ છીએ. સ્થાનિક ગામના લોકો સાથે અમે સંકલનમાં રહીએ છીએ. ગામના લોકો સાથોસાથ અમે સરપંચની સાથે પણ સંપર્કમાં રહીએ છીએ. તેમની સાથે સંકલનમાં રહેવાથી આ લોકો અમને લાકડા ચોરની માહિતી આપતા હોય છે. જેથી અમે લાકડા ચોરોને અમારા વિસ્તારમાં આવવાથી રોકવામાં સફળ રહીએ છીએ. (Tapi forest area wood thief)