તાપી:જિલ્લાના ઉચ્છલમાં આવેલ માર્ગ અને મકાન વિભાગના (Road and Building Department in Tapi )ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ આગને કારણે ગોડાઉનમાં મુકેલ લાકડાનો સમાન અને ગોડાઉનની (Fire in Godown)છત બળીને ખાખ થયો છે. આગને કાબુમાં લેવા માટે નવાપુર અને સોનગઢની ફાયર ફાઇટરની (Tapi Fire Brigade)ત્રણ ગાડી પહોંચી હતી.
આ પણ વાંચોઃનરેલા ઈન્ડસ્ટ્રીયલ એરિયાની પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, કોઈ જાનહાનિ નહિ
લાકડાના ગોડઉનમાં આગ લાગી -ફાયરના જવાનોએ આગને કાબુમાં લેવા પાણીનો મારો ચલાવી પ્રયાસ હાથ ધર્યો હતો. જેમાં એકાદ કલાકની મહેનત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. આગની ઘટનામાં જાનહાની ટળી હતી. આ આગની ઘટનામાં કેટલી નુકશાની થઈ છે તે અંગેની કામગીરી કરવામાં આવી રહી છે. આગની લબકારા મારતી જ્વાળા અને ઉઠતાં ધુમાડાના ગોટેગોટા જોતા આસપાસના લોકોનો જમાવડો થયો હતો.
આ પણ વાંચોઃDahej company Blast Case : દહેજની આગની ઘટનામાં મૃત્યુ પામેલા પરિવારોને સહાય, GPCBએ દંડ સાથે ફટકારી નોટિસ
ગોડાઉનમાં રાખેલો માલ સામાન બળીને ખાખ -આ ગોડાઉનમાં જૂનો લાકડાનો સામાન રાખેલો હતો, જે આ આગમાં બળીને ખાખ થય ગયો છે. આગને કારણેકોઈ જાનહાની કે ઇજાઓ થઈ નથી. ગોડાઉનમાં વીજ કનેક્શન ન હોવાથી આગ કઈ રીતે લાગી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ આગની ઘટનામાં ગોડાઉનમાં રાખેલો માલ સામાન બળીને ખાખ થયો છે. ગોડાઉનમાં વીજ જોડાણ હતું નહીં તો આગ કયા કારણે લાગી તે હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. તેમજ કોઈએ જાણી જોઇને આગ લગાડી છે કે કેમ તે દિશામાં હાલ પોલીસ તપાસ કરી રહી છે.