ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપીના નિઝર માર્કેટના ATMમાં શોર્ટસર્કિટના કારણે લાગી આગ - Gujarati News

તાપીઃ તાપી જિલ્લાના નિઝર માર્કેટ બજારમાં આવેલા SBIના ATMમાં આજે વહેલી સવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગવાની ઘટનાની જાણ થતા આજુબાજુમાં રહેતા લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. ફાયર ફાયટરે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.

નિઝરના SBIના ATMમાં શોર્ટસર્કિટના કારણે લાગી આગ

By

Published : Jul 12, 2019, 8:54 AM IST

ATMમાં આગ લાગતા એ.સી અને સિલિંગ બળીને ખાક થઈ ગયા હતા. પ્રથમ દ્રષ્ટિએ શોર્ટસર્કિટના કારણે આગ લાગવાનું અનુમાન પોલીસએ લગાવ્યુ છે. ત્યારે ATMમાં આગ લાગતા એ.સી અને ફર્નિચર મળી 1 લાખથી વધુનું નુકશાન થવા પામ્યુ હતુ. જો કે સદનસીબે આ આગની ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.

ABOUT THE AUTHOR

...view details