તાપીના નિઝરના પીપલોદ ગામે બે દિવસ અગાઉ એક લગ્ન પ્રસંગમાં નિઝરના સ્ટાર સિતારા બેન્ડને વરયાત્રા માટે બોલાવવામાં આવ્યા હતા અને વરયાત્રા દરમિયાન અચાનક બેન્ડ સિસ્ટમમાં આગ ફાટી નીકળી હતી. જો કે, ટેમ્પો ચાલકે સળગતા ટેમ્પાને સુરક્ષિત સ્થળે લઈ જઈ લોકોએ પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો.
તાપીમાં બેન્ડ સિસ્ટમમાં લાગી આગ, ચાલકની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી - DJ
તાપીઃ જિલ્લાના નિઝર તાલુકામાં લગ્ન પ્રસંગે બેન્ડ સિસ્ટમમાં અચાનક આગ લાગવાની ઘટના બનવા પામી હતી. જોકે ટેમ્પો ચાલકની સમયસૂચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી.

તાપીમાં બેન્ડ સિસ્ટમમાં લાગી આગ
તાપીમાં બેન્ડ સિસ્ટમમાં લાગી આગ
જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. આ આગની ઘટના બનતા જ લગ્ન પ્રસંગમાં હાજર લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. સ્ટાર સિતારા બેન્ડના ડી. જે. સિસ્ટમમાં આગ લાગવાના કારણે આશરે 50 હજાર રૂ.નું નુકશાન થયું હતું. ગરમીમાં ડી. જે. માં શોર્ટ સર્કિટના કારણે આ આગની ઘટના બની હતી.