ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપી : વ્યારામાં ખેડૂતો યુરિયા માટે થઇ રહ્યા છે હેરાન - vyara tapi

રાજ્યસરકારે ખેડૂતો માટે યુરિયા ખાતર સરળતાથી મળી રહે તે માટે મહત્વની જાહેરાત કરી હતી. પરંતુ આ જ યુરિયા ખેડૂતો માટે મુશ્કેલી બની ગયું છે. તંત્રના અણધડ વહીવટના પગલે ખેડૂતો યુરિયા મેળવવા ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

તાપી : વ્યારામાં જગતનો તાત યુરિયા માટે ફરી લાઈનમાં
તાપી : વ્યારામાં જગતનો તાત યુરિયા માટે ફરી લાઈનમાં

By

Published : Jun 9, 2021, 12:26 PM IST

  • વહેલી સવારે 4 વાગ્યાથી ભૂમિપુત્રો યુરિયા લેવા લાઈનમાં
  • શનિવારથી ભૂમિપુત્રોને યુરિયા નહીં મળતા ખેડૂતો પરેશાન
  • સવારથી બપોર સુધી ધોમધખતા તાપમાં જગતનો તાત થઈ રહ્યો છે પરેશાન
  • સાંભળો સરકાર વાવણીનો સમય આવી રહ્યો છે ખેડૂતોને ખાતર આપો

તાપીઃ વ્યારામાં યુરિયા માટે તંત્રની અપૂરતી વ્યવસ્થા જોવા મળી રહી છે. આ અપૂરતી વ્યવસ્થાના પગલે ખેડૂતો તેનો ભોગ બની રહ્યા છે. તાપીના વ્યારામાં ખેડૂતોએ યુરિયા મેળવવા લાંબી લાઈનો લગાવી છે. ખેડૂતોએ યુરિયા મેળવવા વહેલી સવારના 4 વાગ્યાથી લાઈનોમાં ઉભા રહ્યા હતા.

તાપી : વ્યારામાં જગતનો તાત યુરિયા માટે ફરી લાઈનમાં

આ પણ વાંચોઃનર્મદામાં યુરિયા ખાતરની અછતને લઈ ખેડૂતો પરેશાન, ખાતર લેવા મહિલાઓની લાઈનો લાગી

શનિવારથી ખેડૂતોને યુરિયા ન મળ્યું હોવાનો આક્ષેપ

શનિવારથી યુરિયા ન મળ્યું હોવાનો ખેડૂતોએ ગંભીર આક્ષેપ લગાવ્યો છે. નોંધનીય છે કે, સવારથી બપોર સુધી ધોમધખતા તાપમાં જગતના તાતને તંત્રની અપૂરતી વ્યવસ્થાના પગલે પરેશાન થવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચોઃઆણંદઃ ખંભાત શહેરમાં આર.આર.સેલની ટીમે રેડ પાડતા ખાતરનું મસમોટું કૌભાંડ ઝડપાયું

વાવણીનો સમય આવી ગયો છે, તો યુરિયા આપો તેવી માગ

યુરિયા ખાતર ના મળતા ખેડૂતોએ સરકારને વાવણીનો સમય આવી ગયો છે, તો અમારી વાત સાંભળો અને યુરિયા આપો તેવી માગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details