ગુજરાત

gujarat

ETV Bharat / state

ખેડૂતને ઘાયલ કરનારા દિપડા સાથે ગ્રામજનોએ લીધો બદલો...દિપડો પાંજરે પૂરાતા કર્યા ચેડાં

તાપીઃ થોડા દિવસ પહેલા તાપી જિલ્લાના પેલાડ-બુહારીમાં દીપડા દ્વારા એક ખેડૂત પર હુમલો કરવામાં આવ્યો હતો. ગુરૂવારે દીપડો વન વિભાગ દ્વારા મુકવામાં આવેલા પાંજરામાં પૂરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. દીપડાએ ખેડૂત પર કરેલા હુમલાના કારણે ગ્રામજનોએ પાંજરામાં દીપડા સાથે ચેડાં કર્યા હતા. જેમાં દીપડો ઘવાતા તેને સારવાર માટે લઇ જવાયો હતો.

સ્પૉટ ફોટો

By

Published : Apr 11, 2019, 9:20 PM IST

ગામના ખેડૂત સુરેશભાઈ માવજીભાઈ ભંડારી સવારે 7 વાગ્યાના અરસામાં ખેતરમાં પાણી પીવડાવવા ગયા હતા, ત્યારે અચાનક તેમના પર દીપડાએ હુમલો કર્યો હતો અને તેઓને વધુ ઈજાઓ થતા સારવાર અર્થે બારડોલીની સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ વન વિભાગ દ્વારા ઘટના સ્થળે દીપડાને પકડવા પાંજરૂં મુકાયું હતું. જેમાં ગુરૂવારે સવારે દીપડો પૂરાતા ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ ગામમાં પાંજરામાં પૂરાયેલા દીપડા સાથે ચેડાં કરી તેને ઘાયલ કર્યો હતો.

દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં આક્રોશ

વન વિભાગે દીપડાને વાલોડ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા. સારવાર બાદ જંગલમાં છોડવાની કાર્યવાહી હાથ ધરશે.

ABOUT THE AUTHOR

...view details