ગુજરાત

gujarat

ETV Bharat / state

વરસાદના વિરામને લીધે ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં, ડાંગરની રોપણીમાં વિલંબ - Monsoon

તાપી: દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની ઋતુનો પ્રધાન પાક ગણાતા ડાંગરની રોપણીમાં ગત વર્ષના સમયગાળા કરતા વિલંબ બાદ રોપણીની શરૂઆત થઇ છે. આ ઉપરાંત નહેરનું પાણી પણ બંધ કરાયું છે. તેમજ વરસાદ પણ યોગ્ય નહીં થતા ડાંગરનો પાક લેતા ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે. તો ગત વર્ષ કરતા સુરત જિલ્લામાં રોપણીમાં પણ ઘટાડો જોવા મળ્યો છે.

મોડા વરસાદને લીઘે ખેડૂત મુકાયા મુશ્કેલીમાં,ડાંગરની રોપણીમાં થયો વિલંબ

By

Published : Jul 14, 2019, 4:48 PM IST

ખેતીવાડી વિસ્તારથી સમૃદ્ધ ગણાતો દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં સામાન્ય રીતે ખેડૂતો વાતાવરણ મુજબ, શેરડી અને ડાંગરનો પાક લેતા આવ્યા છે. ડાંગર માટે ખેડૂતોએ સાનુકુળ વરસાદની આશાએ ડાંગરની રોપણી માટે ધરું પણ તૈયાર કરી દીધું અને લગભગ તે તૈયાર પણ થઇ ગયું છે, પરંતુ રોપણી થાય એટલું પણ પાણી નહીં ભરાતા આખરે વાવણી લાયક વરસાદની રાહ જોઇ રહ્યા છે. પ્રથમ વરસાદે ખેડૂતોએ રોપણી તો શરૂ કરી પણ હવે મેઘરાજા ફરી રિસાઈ ગયા છે.

મોડા વરસાદને લીઘે ખેડૂત મુકાયા મુશ્કેલીમાં,ડાંગરની રોપણીમાં થયો વિલંબ


વરસાદ ખેંચાવાની અસર એકંદરે રોપણી ઉપર પણ જોવા મળી હતી. ખેતીવાડી વિભાગનું જો માનીએ તો ચાલુ વર્ષે સુરત જિલ્લાના વિવિધ તાલુકામાં ડાંગર રોપણીની આંકડાકીય રીતે વાત કરી તો, ગત વર્ષે ૪૨ હજાર હેક્ટરમાં રોપણી કરાઈ હતી.

ત્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં માત્ર ૧૧૭૪ હેક્ટરમાં જ રોપણી થતા ગત વર્ષની સરખામણીએ રોપાણમાં ખાસો ઘટાડો જોવા મળ્યો છે. ઋતુ ચક્ર પ્રમાણે ખેતી કરવા ટેવાયેલ ખેડૂતો શેરડી અને ડાંગરના પાકની ફેરબદલી કરતા રહેતા હોય છે. જેથી જમીનની યોગ્યતા જળવાઈ રહે. પરંતુ ડાંગરનો પાક લેતા ખેડૂતોએ વરસાદ પર જ મદાર રાખવો પડતો હોય છે. જેથી પાકની રોપણી શક્ય બને.

શરુઆતમાં ખેતીના પાકો માટે સિંચાઈ દ્વારા નહેરમાં પાણી છોડાઈ રહ્યું હતું. હાલ નહેરનું પાણી પણ બંધ કરી દેવાયું છે. તો બીજી બાજુ વરસાદ પણ કેટલાક દિવસોથી ખેંચાઈ જતા વાવણી લાયક વરસાદ જોવા મળ્યો નથી. ત્યારે ડાંગરનો પાક લેતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. તેથી વરસાદ લંબાય તો નહેર મારફત પાણી પૂરુ આપવા ખેડૂતો દ્વારા માગ કરાઇ છે .

હાલ ખેતરમાં તરું તૈયાર થયા બાદ ડાંગર રોપણી કરી દેવાય છે. જો નિયમિત પાણી નહીં મળે તો પાકના ઉતાર સામે પણ પ્રશ્નો ઉભા થાય છે. વાવણી લાયક વરસાદ હજુ પણ જોવા મળી રહ્યો નથી. વરસાદ તેમજ પાણીના અભાવે ડાંગરનો પાક મુશ્કેલીમાં મુકતા ધરતીપુત્રો પણ ચિંતાતુર બન્યા છે. તેમજ વરસાદ આવનાર દિવસોમાં સારો આવે તેવી આશા સેવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details