મળતી માહીતી મુજબ વાસકુઈ ગામે આવેલી પ્રાથમિક શાળાના ઓરડા છેલ્લા 3 વર્ષથી જર્જરિત હાલતમાં છે. ગ્રામવાસીઓએ અનેક વખતે તંત્ર સામે રજૂઆતો કરવા છતા પણ કોઇ પણ પર્કારના પગલા લેવામાં આવ્યા નથી. જેથી બાળકોને જર્જરિત હાલમમાં શાળામાં અભ્યાસ કરનો પડે છે. આ ભૂલકાઓ વૈકલ્પિક જગ્યા ન હોવાના કારણે આજદિન સુધી જીવના જોખમે અભ્યાસ મેળવી રહ્યા છે અને જ્યારે હાલ ચોમાસુ શરૂ થયું છે ત્યારે વરસાદી પાણી ટપકતા સમસ્યા થતા બાળકોને વાસકુઈ ગામે આવેલા ગોળીગઢ મંદિરમાં પ્રભુના શરણમાં અભ્યાસ લેવાનો વારો આવ્યો હતો. જે બાબતનો અહેવાલ ETV Bharat માં પ્રસિદ્ધ થતા જ તંત્ર દોડતું થયું હતું અને તાત્કાલિક ઓરડાઓ તોડી પાડવા માટે ઓર્ડર કરવામાં આવ્યો છે.
ETV IMPACT: મંદિરમાં ભણતા બાળકોની વાત ETV ભારતે તંત્ર સુધી પહોંચાડી, શાળાના નવિનીકરણ માટે તંત્ર થયું દોડતું - Gujarat
તાપી: વાસકુઈ ગામે આવેલી પ્રાથમિક શાળાના ઓરડા છેલ્લા 3 વર્ષથી જર્જરિત હાલતમાં છે અને આવા જર્જરિત મકાનમાં નાના નાના ભૂલકાઓ અભ્યાસ મેળવી રહ્યા છે. ગ્રામ પંચાયત તેમજ શાળાના શિક્ષક દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી જિલ્લા પંચાયતને રજૂઆત કરવામાં આવી હતી કે, શાળાના ઓરડાઓ જર્જરિત હાલતમાં છે અને તે ઓરડાઓને તોડી તાત્કાલિક નવા ઓરડાઓ બાંધી આપવામાં આવે. ત્યારે તંત્ર દ્વારા માત્ર ઓરડાઓનું જર્જરિત સર્ટિફિકેટ આપી દેવામાં આવ્યું હતું.
વાસકુઈ ગામે જર્જરીત શાળાના નવનિકરણના તંત્રએ ઓર્ડર આપ્યા
ત્રણ વર્ષથી વાસકુઈ ગામે આવેલી જર્જરિત શાળાનું કામ ખોરંભે મૂકી દેવામાં આવ્યું હતું. ત્યારે કુંભકર્ણની નિદ્રામાંથી જાગેલા તંત્રએ માત્ર શાળાને તોડી પાડી જમીનદોસ્ત કરી દેવાનો ઓર્ડર આપ્યો છે. ત્યારે આ શાળાનું નવીનિકરણનું કામ તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવામાં આવે અને તમામ સુવિધાઓથી સજ્જ શાળાના મકાનમાં બાળકો ફરી અભ્યાસ લેતા થાય તેવી માગ ગ્રામજનોમાં ઉઠવી હતી.
Last Updated : Jul 11, 2019, 6:59 PM IST