ગુજરાત

gujarat

ETV Bharat / state

ડૉ. તુષાર ચૌધરીનો તાપીમાં કોરોનાથી 1500 લોકોના મોતનો દાવો જિલ્લા આરોગ્ય અધિકારીએ ફગાવ્યો - વ્યારા જનરલ હોસ્પિટલ

મંગળવારના રોજ કોંગી નેતા ડૉ. તુષાર ચૌધરી અને કોંગી ધારાસભ્યોએ વ્યારા જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં ડૉ. ચૌધરીએ તાપી જિલ્લામાં કોરોનાથી 1500 લોકોના મોત નિપજ્યા હોવાનો દાવો કર્યો હતો. જે અંગેના અહેવાલો પ્રકાશિત થતા જિલ્લા આરોગ્ય અધિકારીએ આ દાવાને રદિયો આપ્યો હતો.

ડૉ. તુષાર ચૌધરીનો તાપીમાં કોરોનાથી 1500 લોકોના મોતનો દાવો જિલ્લા આરોગ્ય અધિકારીએ ફગાવ્યો
ડૉ. તુષાર ચૌધરીનો તાપીમાં કોરોનાથી 1500 લોકોના મોતનો દાવો જિલ્લા આરોગ્ય અધિકારીએ ફગાવ્યો

By

Published : May 12, 2021, 9:38 PM IST

  • મંગળવારના રોજ ડૉ. તુષાર ચૌધરીએ લીધી હતી વ્યારા જનરલ હોસ્પિટલની મુલાકાત
  • તાપી જિલ્લામાં 1500 લોકોના મોત અને વેન્ટિલેટર બંધ હોવાના કર્યા હતા આક્ષેપ
  • મુખ્ય જિલ્લા તબીબી અધિકારીએ યાદી જાહેર કરીને આક્ષેપોને ફગાવ્યા હતા


તાપી: મંગળવારના રોજ માજી સાંસદ ડૉ. તુષાર ચૌધરી દ્વારા તાપી જિલ્લામાં કોરોનાથી 1500 જેટલાં મોત થયા હોવાનું નિવેદન આપ્યું હતું. આ સાથે સરકાર કોરોના કેસ જ નહીં, મોતના આંકડા પણ છૂપાવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. આ બાબતે મુખ્ય જિલ્લા તબીબી અધિકારીએ યાદીમાં જાહેર કરીને જણાવ્યું હતું કે, તાપીમાં અત્યાર સુધીમાં કોરોનાથી 15 અને કો-મોર્બિડીટીના કારણે 95 દર્દીઓના મોત નિપજ્યા છે. વર્ષ દરમિયાન અન્ય બિમારીઓ તેમજ કુદરતી રીતે પણ લોકોના મોત થતા જ હોય છે.

આ પણ વાંચો -તાપી જિલ્લામાં કોરોનાથી 1500 જેટલા લોકો મોતને ભેટ્યા : ડૉ. તુષાર ચૌધરી

જનરલ હોસ્પિટલમાં તમામ વેન્ટિલેટર પણ ચાલુ હાલતમાં

તાપી જિલ્લામાં પી.એમ. કેયર્સ ફંડમાંથી ફાળવેલા વેન્ટિલેટર ચાલુ ન હોવાના આક્ષેપો બાબતે જણાવ્યું હતું કે, જનરલ હોસ્પિટલ ખાતેના વેન્ટિલેટર ચાલુ હાલતમાં છે, પરંતુ વપરાશમાં ન હોય તેને અલગ રૂમમાં મૂકવામાં આવેલા છે. જેથી જ્યારે જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરી શકાય. આમ, વેન્ટિલેટરનો કનેક્ટરના અભાવે ઉપયોગ થતો નથી, તે નિવેદન પણ સાચું નથી. આમ, માજી સાંસદ ડૉ. તુષાર ચૌધરી દ્વારા આપવામાં આવેલા નિવેદન હકીકતલક્ષી ન હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details