તાપીરાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Election 2022) માટે કોંગ્રેસ પણ સજ્જ થઈ છે. કૉંગ્રેસે આદિવાસી વિસ્તારમાંથીથી ‘પરિવર્તન સંકલ્પ યાત્રા’ના પ્રારંભ (Congress Parivartan Sankalp Yatra at Tapi) કર્યો છે. દેશના પૂર્વ કેન્દ્રિય પ્રધાન ડો. તુષાર ચૌધરી પણ આ યાત્રામાં જોડાયા હતા. ત્યારે દેશમાં મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ ઉજાગર કરવા કૉંગ્રેસ દ્વારા યાત્રા કાઢવામાં આવી રહી છે. આ યાત્રા થકી કોંગ્રેસ પક્ષનો એજન્ડા પ્રજાને માહિતગાર (Gujarat congress agenda) કરવાનો છે.
કોંગી આગેવાનો જોડાયા યાત્રામાં આદિવાસી વિસ્તાર એવા તાપીમાં કૉંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રામાં (Congress Parivartan Sankalp Yatra at Tapi) મહારાષ્ટ્ર રાજ્યના શિક્ષણ અને રમત ગમત વિભાગના પૂર્વ પ્રધાન વસંતરાવ ફૂલત્રે, વ્યારાના ધારાસભ્ય પૂનાજી ગામીત સહિત અનેક આગેવાનો (Gujarat congress agenda) જોડાયા હતા. આ યાત્રામાં સ્થાનિક કોંગી આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
5 ઝોનમાં યાત્રા કૉંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રિય પ્રધાન ડૉ. તુષાર ચૌધરી (Dr Tushar Chaudhary) જણાવ્યું હતું કે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રા યોજવામાં (Congress Parivartan Sankalp Yatra at Tapi) આવી છે. રાજ્યની 5 ઝોનમાં યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ યાત્રા જંબુસર મુકામેથી જુદાં-જુદાં સ્થળોએથી પરિવર્તન સંકલ્પયાત્રા નીકળી તાપી જિલ્લામાં આવી હતી, જે હવે વાલોડ તાલુકામાં પ્રવેશી છે.
5 નવેમ્બરે થશે પૂર્ણ 5 નવેમ્બરે રોજ ઉમરગામ મુકામે યાત્રાનું (Congress Parivartan Sankalp Yatra at Tapi) સમાપન થશે. આ યાત્રા લગભગ 32 જેટલો વિધાનસભામાંથી પસાર થશે અને આગામી વિધાનસભા ચૂંટણીને (Gujarat Election 2022) લઈને વધુમાં વધુ લોકો સુધી કૉંગ્રેસનો સંદેશો પહોંચે સાથે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી એ જે 8 વચનો આપ્યા છે. તે ગુજરાતની જનતા માટે એ વચનો પણ જનતા સુધી પહોંચે એના માટે અને કૉંગ્રેસ પક્ષનો પ્રચાર અને પ્રસાર થાય એના માટે પરિવર્તન સંકલ્પ યાત્રા યોજવામાં આવી છે અને ખૂબ જ સારો પ્રતિસાદ 2 દિવસથી યાત્રાને મળી રહ્યો છે.