તાપી:જિલ્લામાં રાજકિય ભૂંકપ સર્જાયો છે. જિલ્લા ભાજપ સંગઠન દ્વારા જિલ્લા ઉપપ્રમુખ અરવિંદ ચૌધરીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અરવિંદ ચૌધરી 2017માં 171 વ્યારા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે. અરવિંદ ચૌધરી જિલ્લા ભાજપનાં જિલ્લા ઉપપ્રમુખ સહિત ડોલવણ તાલુકા ભાજપ સંગઠનના પ્રભારી પણ છે.
પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ કરી દેવાયા સસ્પેન્ડ 2017 માં લડી ચુક્યા છે ચૂંટણી: અરવિંદ ચૌધરી ભાજપમાંથી વર્ષ 2017 વ્યારા વિધાનસભા બેઠક પર ચૂંટણી પણ લડ્યાં છે. અરવિંદ ચૌધરીને જિલ્લા ભાજપ સંગઠન દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા તાત્કાલિક અસરથી સસ્પેન્સ કરવામાં આવ્યાં. બીજી બાજુ અરવિંદ ચૌધરીએ પાર્ટીમાંથી 2022 માં તેમના તરફથી રાજીનામું આપવામાં આવ્યું હોવાના દાવા થઈ રહ્યા છે.
વિધાનસભા ચૂંટણીમાં થઇ હતી હાર: અરવિંદ ચૌધરી પહેલા કોંગ્રેસમાં હતાં ત્યારે વ્યારા તાલુકા પંચાયતના 3 ટર્મ સુધી પ્રમુખ પદે રહી ચૂક્યા છે અને 2015માં ભાજપનો ભગવો ધારણ કરી જોડાયા હતાં. ત્યાર પછી તેમને 2017 માં વ્યારા 171 વિધાનસભા ની ચુંટણીમાં માં ભાજપા તરફથી ટિકિટ પણ આપવામાં આવી હતી તેમાં તેમને કુલ 64162 મત મળ્યા હતા, પરંતુ તેમાં તેમનો 24414 માટે ના મર્જીનથી પરાજય થયો હતો. તેમના પ્રચારમાં અમિત શાહ પણ વ્યારા આવ્યા હતા.
'અરવિંદ ચૌધરીએ પાર્ટીમાં વાણી વર્તન તથા પક્ષ વિરોધી પ્રવૃત્તિથી પાર્ટીમાં ગેરશિસ્તનું આચરણ કરેલ છે તેથી તાત્કાલિક અસરથી તેમને પાર્ટીના પ્રાથમિક સભ્ય, સક્રિય સભ્ય અને જિલ્લા સંગઠનના ઉપપ્રમુખ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.' -મયંક જોષી, પ્રમુખ, તાપી જિલ્લા ભાજપ
પાર્ટી વિરોધી પ્રવૃત્તિને કારણે એક્શન: ગત સપ્તાહમાં યોજાયેલી વ્યારા APMC ની ચૂંટણીમાં અરવિંદ ચૌધરીએ કોંગ્રેસ સમર્થિત પેનલમાંથી ઉમેદવારી કરી હતી જેમાં ભાજપનો વિજય થયો હતો પરંતુ ભાજપ સંગઠને આવી પક્ષ વિરોધી પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ દ્વારા પક્ષમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
- Pradipsinh Vaghela Resign: ભાજપ પ્રદેશ મહામંત્રી તરીકે પ્રદીપસિંહ વાઘેલાની હકાલપટ્ટી, થોડા દિવસ પહેલા જ રાજીનામું માંગી લેવામાં આવ્યું હતું.
- BJP MahaMantri Resignation : વડોદરા શહેર ભાજપમાં એકાએક ભૂકંપ સર્જાયો, આ મોટા પદાધિકારીએ આપ્યું રાજીનામું