23મી એપ્રિલે યોજાનારી લોકસભાની સામાન્ય ચૂંટણી-2019 દરમિયાન ચૂંટણી લડતા ઉમેદવારો તેમજ રાજકીય પક્ષોની ચૂંટણીલક્ષી માહિતીની આંકડાકીય વિગતો મીડિયાને એક જ સ્થળેથી સતત મળી રહે તે માટે ભારતીય ચૂંટણી પંચની સૂચના અનુસાર જિલ્લા કક્ષાએ મીડિયા સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે. મીડિયા સેન્ટરની મુલાકાત લઈને 23-બારડોલી બેઠક્માં સમાવિષ્ટ 7 વિધાનસભા વિસ્તારોના મતદારો મતદાનમથકો ચૂંટણી અધિકારી, મદદનીશ ચૂંટણી અધિકારીઓ, નોડલ અધિકારીઓ, આદર્શ આચાર સંહિતા, મતદાર હેલ્પલાઈન, મતદાન માટેના માન્ય દસ્તાવેજી પુરાવાઓ સહિત ફ્લેક્ષ પેનલ પર પ્રદર્શિત કરવામાં આવેલ આંકડાકીય વિગતોની વિસ્તૃત જાણકારી મેળવી હતી.
MCMC મોનીટરીંગ કામગીરીનું ઝીણવટ ભર્યુ નિરીક્ષણ કરાયું - Gujarati News
તાપીઃ આદર્શ આચાર સંહિતાના ચુસ્ત અમલ સાથે નિષ્પક્ષ અને ન્યાયિક રીતે ચૂંટણી સંપન્ન થાય તે હેતુસર પ્રિન્ટ-ઇલેકટ્રોનિક માધ્યમોમાં રાજકીય પક્ષો, ઉમેદવારો દ્વારા પ્રસિદ્ધ કરાતી જાહેરખબર અને ચૂંટણીલક્ષી અન્ય સમાચારો(પેઇડ ન્યુઝ) અહેવાલોનું સતત મોનીટરિંગ કરવામાં આવી રહ્યું છે. નિરીક્ષકો દ્વારા પ્રચાર-પ્રસારની તમામ ગતિવિધિઓ પર નજર રાખવા માટે જિલ્લા સેવાસદન બ્લોક-4ના 2જા માળે જિલ્લા માહિતી કચેરી ખાતે શરૂ કરાયેલ MCMC (મીડીયા સર્ટિફિકેશન એન્ડ મોનીટરિંગ કમિટી અને ઇલેકટ્રોનિક મીડીયા મોનીટરિંગ સેન્ટરની મુલાકાત લઇ સ્થાનિક ટીવી ચેનલોમાં આવતા ઓડિયો/વિડીયોના રાઉન્ડ ધ ક્લોક મોનીટરીંગ કામગીરીનુ ઝીણવટ ભર્યુ નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.
મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનીટરિંગ કમિટીના સભ્ય સચિવ અને સહાયક માહિતી નિયામક આર. આર. તડવીએ રાજકીય પક્ષો, ઉમેદવારો દ્વારા ન્યુઝ ચેનલોમાં તથા રેડિયોમાં આપવામાં આવતી જાહેરાતો, પેઈડ ન્યુઝ, સ્ક્રોલ અંગેની ઓડિયો-વીડિયોની રાઉન્ડ ધ ક્લોક કરવામાં આવતી મોનીટરીંગ તથા મીડિયા સેન્ટરમાં પ્રદર્શિત કરવામાં આવેલ આકડાંકીય માહિતીથી ઓબ્ઝર્વરને વાકેફ કર્યા હતા. MCMC અને મીડિયા સેન્ટરની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો.
જિલ્લા ચૂંટણીતંત્ર અને જિલ્લા માહિતી કચેરીના સંયુકત ઉપક્રમે કાર્યરત આ સેન્ટરમાં 23-બારડોલી લોકસભા બેઠકના મતદાર વિભાગના સ્ત્રી-પુરૂષ મતદારોની સંખ્યા, નોડલ અધિકારી અને ચૂંટણી અધિકારીઓના નામ-સરનામા-સંપર્ક નંબર, આદર્શ આચારસંહિતા, લોકસભા બેઠકના ચુંટણી અધિકારીના સંપર્ક નંબર, કંટ્રોલ રૂમના નંબરો, વેબસાઇટની વિગત, મતદારોની વિગતો સહિતની રસપ્રદ માહિતી ફલેક્ષ બેનરોના માધ્યમથી પ્રદર્શિત કરવામાં આવી હતી. આ મુલાકાત વખતે માહિતી મદદનીશ ચીમન વસાવા, ટેકનીકલ આસીસ્ટન્ટ એચ. વી. ગોહિલ, ચૂંટણી શાખાના ચંદ્રશેખર શર્મા સહિત માહિતી ખાતાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.