બારડોલીમાં આજથી 73 વર્ષ પહેલાં કેદારેશ્વર મહાદેવ મંદિરના પૂંજારી કરતા સ્વ. ઠાકોરગીરી ગોસ્વામીએ પોતાના ઘરના ઓટલે ગણેશ મંડળ નામથી શ્રીજીની સ્થાપના કરી હતી. ત્યારથી અત્યાર સુધી શ્રીજીની અહીં સ્થાપના કરાય છે. સમય જતાં મંડળની પ્રગતિ સાથે લોકોની આસ્થા પણ અહીં બિરાજેલા શ્રીજી સાથે વધતી ગઈ અને આજે તેઓ લખપતિ ગણેશ તરીકે ઓળખાય છે. શ્રીજીને પહેરાવવામાં આવેલ હાર, હાથ, પગ કે, પછી બાજુબંધ ચાંદીના છે તેમજ સિંહાસન અને મૂષક પંચધાતુનું છે. જેની કિંમત આજે 20 થી 22 લાખ છે. સાથે સાથે દરેક સેવાકીય કામોમાં પણ હરહંમેશ આ મંડળ અગ્રેસર રહે છે.
73 વર્ષથી બારડોલીના રાજા તરીકે ઓળખાતા લખપતિ ગણેશના કરીએ દર્શન - gujarati news
તાપીઃ બારડોલીના લીમડાચોક વિસ્તારમાં 73 વર્ષથી સ્થાપના કરવામાં આવતા શ્રીજીને લખપતિ ગણેશ તરીકે ઓળખવામાં આવે છે. શ્રીજીના માથે મુગટ, હાથના પંજા, ગળાનો હાર તેમજ પગ ચાંદીથી જડિત છે. તેથી આ ગણેશ મંડળના શ્રીજીને લોકો લખપતિ ગણેશ તરીકે પણ ઓળખે છે. તો ચાલો આપણે પણ કરીએ આ લખપતિ ગણપતિના દર્શન...

King Lakhpati Ganesh
73 વર્ષોથી બારડોલીના રાજા તરીકે ઓળખાતા લખપતિ ગણેશના કરીએ દર્શન
ગણેશ મંડળની સ્થાપના 73 વર્ષ પહેલાં થઈ હતી અને આજે આ મંડળની ટ્રસ્ટ તરીકે પણ નોંધણી કરાવામાં આવેલ છે. મંડળના 11 ટ્રસ્ટીઓમાંથી 1 ટ્રસ્ટી મુસ્લિમ સમાજમાંથી આવતા હોવાથી એકતાના એક પ્રતીક તરીકે પણ ગણેશ મંડળ ને ગણી શકાય.