તાપીઃ જિલ્લાના વ્યારામાં આવેલી જનક સ્મારક હોસ્પિટલનું ટ્રસ્ટી મંડળમાં ફરી એક વાર વિખવાદ (Janak Smarak Hospital Trustees in Controversy) થયો છે. અહીં ટ્રસ્ટના જ કારોબારી સભ્યએ ટ્રસ્ટી મંડળ પર ગંભીર આક્ષેપ (Controversy in Tapi) કર્યા છે. જોકે, કારોબારી સભ્યએ યોગ્ય તપાસની પણ માગ કરતા અનેક ચર્ચાએ જોર પકડ્યું છે. ઉલ્લેખનીય છે કે, વ્યારામાં જનક સ્મારક હોસ્પિટલ વર્ષ 1978થી કાર્યરત્ છે.
Controversy in Tapi: વ્યારાની જનક સ્મારક હોસ્પિટલનું ટ્રસ્ટી મંડળ વિવાદમાં, કારોબારી સભ્યએ કરી તપાસની માગ - જનક સ્મારક હોસ્પિટલનું ટ્રસ્ટી મંડળ પર ગંભીર આક્ષેપ
તાપી જિલ્લાના વ્યારામાં આવેલી જનક સ્મારક હોસ્પિટલનું ટ્રસ્ટી મંડળ વિવાદમાં (Janak Smarak Hospital Trustees in Controversy) સપડાયું છે. ટ્રસ્ટના કારોબારી સભ્યએ ટ્રસ્ટી મંડળ પર ગંભીર આક્ષેપ કરી યોગ્ય તપાસની માગ (Controversy in Tapi) કરી છે.
ટ્રસ્ટી મંડળ પર આ આક્ષેપ થયા - જનક સ્મારક હોસ્પિટલ ટ્રસ્ટના કારોબારી સભ્ય રાજીવ શાહે ટ્રસ્ટી મંડળ (Serious allegations on Janak Smarak Hospital Trustees ) પર આક્ષેપ કર્યા છે. તેઓ સ્વ. જનકરાય શાહના પૂત્ર છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, હોસ્પિટલના ટ્રસ્ટી મંડળ ગેરરીતિ કરી સરકાર તરફથી આવતી ગ્રાન્ટમાંથી ગરીબ દર્દીઓને કોઈ યોગ્ય રાહત આપવામાં નથી આવતી. આ અંગે તેમણે પત્રકાર પરિષદ પણ યોજી હતી. બીજી તરફ જનક સ્મારક હોસ્પિટલના હાલના ટ્રસ્ટી મંડળના સભ્ય હસમુખ ભક્તાએ આ તમામ આક્ષેપ સામે ખુલાસો કર્યો હતો. સાથે જ તેમણે આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા હતા.
આ પણ વાંચો-Accident in Hazira: સુરત સિવિલ હોસ્પિટલમાં યુવકને યોગ્ય સમયે સારવાર ન મળતા મોત થયાનો પરિવારનો આક્ષેપ
ટ્રસ્ટી મંડળે આક્ષેપોને ગણાવ્યા પાયાવિહોણા - મહત્તમ આદિવાસી વસ્તી ધરાવતા તાપી જિલ્લાના વ્યારામાં વર્ષોથી જાહેર ટ્રસ્ટ દ્વારા જનક સ્મારક હોસ્પિટલ ચલાવવામાં આવી રહી છે. અહીં જિલ્લાના ઊંડાણના ગામોમાંથી દર્દીઓ આવતા હોય છે. ત્યારે ટ્રસ્ટી મંડળના કારોબારી સભ્ય દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપને (Serious allegations on Janak Smarak Hospital Trustees ) લઈને આ મુદ્દો વ્યારા શહેર સહિત જિલ્લામાં ચર્ચાનો વિષય બની ગયો છે. તો ટ્રસ્ટી મંડળ પણ હરકતમાં આવી જઈ તમામ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા હતા.