ગુજરાત

gujarat

ETV Bharat / state

Tapi Yuva Swabhiman Sammelan: લોકોનો પ્રેેમ હશે તો જેમ રોડ પર લડ્યાં છીએ એમ કાકની જોડે વિધાનસભામાં લડીશું

ગુજરાતમાં બેરોજગાર યુવાનોના વિવિધ પ્રશ્નોને લઈને યુવા કોંગ્રેસ દ્વારા 2022ની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને દક્ષિણ ગુજરાતના તાપીના સોનગઢમાં યુવા સ્વાભિમાન સંમેલન(Congress Yuva Swabhiman Sammelan) યોજાયું હતું. યુવા કોંગ્રેસ દ્વારા આ સ્વાભિમાન સંમેલન સમગ્ર ગુજરાતમાં યોજવામાં આવશે જેની શરૂઆત તાપીથી કરવામાં આવી હતી.

Tapi Yuva Swabhiman Sammelan: લોકોનો પ્રેેમ હશે તો જેમ રોડ પર લડ્યાં છીએ એમ કાકની જોડે વિધાનસભામાં લડીશું
Tapi Yuva Swabhiman Sammelan: લોકોનો પ્રેેમ હશે તો જેમ રોડ પર લડ્યાં છીએ એમ કાકની જોડે વિધાનસભામાં લડીશું

By

Published : Apr 25, 2022, 8:16 PM IST

તાપીઃ દક્ષિણ ગુજરાતમાં તાપીના સોનગઢમાં ગુજરાત યુવક કોંગ્રેસ(Gujarat Assembly Election 2022) દ્વારા બેરોજગારી અને ગુજરાતના યુવાનોના વિવિધ પ્રશ્નો મુદ્દે યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.વી શ્રીનિવાસની ઉપસ્થિતિમાં રોડ શો અને ત્યારબાદ રોજગાર મારો અધિકારને લઈનેયુવા સ્વાભિમાન સંમેલન યોજાયું હતું. જેમાં ગુજરાત યુવક કોંગ્રેસના(Gujarat Yuva Congress ) પ્રમુખ વિશ્વનાથસિંહ વાઘેલા, ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ સહિત માજી. કેન્દ્રીય પ્રધાન ડૉ.તુષાર ચૌધરી ઉપરાંત કોંગ્રેસના સ્થાનિક ધારાસભ્યો(Gujarat Yuva Congress) તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

યુવા સ્વાભિમાન સમેલન

ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા -યુવા સ્વાભિમાન સંમેલનમાં ઉપસ્થિત યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સહિત બી.બી.શ્રીનિવાસજીએ ગુજરાતની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આવનારી વિધાનસભા ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022)કોંગ્રેસને જીતાડવા માટે સંમેલનમાં ઉપસ્થિત સૌ કાર્યકર્તાઓને સંબોધનમાં જણાવ્યું હતું. તેમજ ગુજરાત મોડેલ(Yuva Swabhiman Sammelan)થકી કેન્દ્રમાં સત્તા પર આવેલ મોદી સરકાર પણ તમામ મોરચે ફેઇલ ગઇ હોવાનું કહ્યું હતું. આ ઉપરાંત 2015 પછી દેશ કે વિશ્વમાં ગુજરાત મોડેલની(Gujarat Congress)કેમ ચર્ચાઓ થતી નથી તેને લઈને આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. સંમેલન ઉપસ્થિત હાર્દિક પટેલ, સુખરામ રાઠવા તેમજ તુષાર ચૌધરી સહિતનાં નેતાઓએ પોતાના સંબોધનમાં પેપરકાંડને લઈને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

આ પણ વાંચોઃહાર્દિક પટેલનો વોટ્સએપ પર ભગવા ખેસ પહેરેલો ફોટો, સવાલ કર્યો તો કહ્યુ કે...

ચાલુ સભામાં મંડપ ઉડતા હોવાનું નજરે પડયું -યુવા સ્વાભિમાન સમેલન કાર્યક્ર્મ (Tapi Yuva Swabhiman Sammelan)દરમિયાન ભારે પવન આવતાં ચાલુ સભામાં મંડપ ઉડતા હોવાનું નજરે પડ્યું હતું. મંડપના પાઈપ 10 થી 15ફૂટ થી ઉપર ઊડતાં મંડપમાં ઉપસ્થિત લોકોમાં નાસભાગ મચી હતી. તુટેલા મંડપમાં સભા ચાલુ રાખવામાં આવી. મંચ પર યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.વી. શ્રીનીવશજી, સહિત યુથ પ્રદેશ પ્રમુખ અને હાર્દિક પટેલ પણ ઉપસ્થિત હતા. સંજોગોવસ કોઈ જાનહાની ન થતાં લોકોએ ચાલુ સભામાં બેસાડવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ગુજરાતમાં બેરોજગાર યુવાનોના વિવિધ પ્રશ્નોને લઈને આજથી યુવા કોંગ્રેસ દ્વારા 2022ની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને દક્ષિણ ગુજરાતના તાપીના સોનગઢમાં યુવા સ્વાભિમાન સંમેલન યોજાયું હતું. યુવા કોંગ્રેસ દ્વારા આ સ્વાભિમાન સંમેલન સમગ્ર ગુજરાતમાં યોજવામાં આવશે જેની શરૂઆત આજે તાપીથી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃAhmedabad Metro Court Hearing : હાર્દિકના ભાજપ પ્રત્યેના ઝૂકાવ વચ્ચે આવી મોટી ખબર, કોર્ટે આપ્યો મોટો ઝટકો

હાર્દિક પટેલનું વ્હોટ્સએપ DP ને લઇને નિવેદન -23 એપ્રિલના રોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પોતાના વ્હોટ્સએપ ડીપીમાંથી કોંગ્રેસનો પંજો હટાવી દીધો હતો. ત્યારે હવે તેમણે ફરી પોતાનું વ્હોટસએપ ડીપી બદલ્યું છે અને કેસરી ખેસ સાથેનો ફોટો મૂક્યો છે. હાર્દિક પટેલનાં વ્હોટ્સએપ ડીપીને લઇને મીડિયા દ્વારા પ્રશ્ન પૂછતા હાર્દિક પટેલે કઈક આ રીતે જણાવ્યું હતું કે, તમે અને તમારી પત્ની નો ફોટો દર 4-5 દિવસે વ્હોટ્સએપમાં બદલો છો કે નથી બદલાતા એવું કહી વધુ ન બોલતાં પ્રશ્ન ટાળી દેવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details