તાપીઃ ખેતી ક્ષેત્રે આધુનિકતા આવે અને રોજબરોજ મજૂરોની ઘટને પગલે ખેતીને રોગ જીવાતથી થતા પારાવાર નુકશાની થતી હોય છે. જેને પહોંચી વળવા માટે મજૂરોની જગ્યાએ ડ્રોન દ્વારા ખેતરોમાં દવા છંટકાવથી લાભ (Awareness of agricultural drones use) થઈ શકે છે. આ નવા અભિગમ સાથે ડ્રોનથી દવા છંટકાવની નિદર્શનીનું આયોજન તાપી જિલ્લા કૃષિવિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ખેડૂતોએ ડ્રોન નિદર્શનીમાં ભાગ લીધો હતો.
ડ્રોન દ્વારા રાસાયણિક દવા છંટકાવ પદ્ધતિ
દેશમાં કૃષિ ડ્રોનના ઉપયોગ અંગે ખેડૂતોને જાગૃત કરવા (Awareness of agricultural drones use) અને તેમને પ્રોત્સાહિત કરવા માટે કૃષિ મંત્રાલય સબસિડી આપવાનું વિચારી રહ્યું છે. ડ્રોન દ્વારા દવા છંટકાવનો લઈને બાગાયતી પાકો સહિત શેરડીના પાકમાં દવા છંટકાવ પ્રક્રિયા સરળ, ઝડપી અને સસ્તી (Awareness of agricultural drones use) થઇ શકે. સાથે સાથે જૂની પ્રક્રિયા મુજબ દવા છંટકાવ કરતા મજૂરના સ્વાસ્થ્યને પણ નુકશાનકારક હતી. જેના સ્થાને હવે ડ્રોન દ્વારા રાસાયણિક દવા છંટકાવ પદ્ધતિ આદર્શ (Chemical spraying method by drone) માનવામાં આવી રહી છે. જેનું તાપી જિલ્લામાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામા આવેલ નિદર્શન ખેડૂતોને બધી રીતે હિતકારી લાગ્યું હતું, પરંતુ ડ્રોન મશીન કિંમતમાં મોંઘું હોવાને લઈને સરકાર તેમાં મધ્યસ્થી કરી મદદ કરે તેવી અપેક્ષા ખેડૂતો સેવી રહ્યા છે.
ખેડૂતોની આવક વધારવા કૃષિ ટેકનિકોને પ્રોત્સાહન
ખેડૂતો માટે ખેતી ખર્ચ ઘટાડવા અને ખેડૂતોની આવક બમણી કરવા માટે કૃષિની નવી ટેકનિકોને પ્રોત્સાહન (Promoting agricultural techniques to increase farmers' income) આપવામાં આવી રહ્યું છે. કૃષિ ડ્રોન પણ ખેતીના આધુનિક સાધનો પૈકી એક છે, જેના કારણે ખેડૂતોને ઘણી રાહત મળી રહી છે. કારણ કે આની મદદથી જંતુનાશક કે દવાઓનો છંટકાવ માત્ર થોડા કલાકોમાં જ મોટા વિસ્તારમાં કરી શકાય છે.
ટેકનોલોજી સસ્તી બનાવવા કવાયત
કૃષિ ડ્રોનથી ખેડૂતોનો ખર્ચ ઘટશે, સમયની બચત થશે અને સૌથી મોટો ફાયદો એ થશે કે યોગ્ય સમયે ખેતરોમાં જંતુ વ્યવસ્થાપન કરી શકાશે. કૃષિમાં ડ્રોનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે “સબ-મિશન ઓન એગ્રીકલ્ચરલ મિકેનાઈઝેશન (SMAM - Sub-Mission on Agricultural Mechanization) યોજના કેન્દ્રીય કૃષિ મંત્રાલયે ICAR સંસ્થાઓને કૃષિ ડ્રોનની ખરીદી, ભાડે રાખવા અને પ્રદર્શનમાં મદદ કરીને આ ટેકનોલોજીને સસ્તr બનાવવા માટે શરૂ કરી છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રો અને રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓને ભંડોળની (Awareness of agricultural drones use)માર્ગદર્શિકા જાહેર કરી છે.
કૃષિ ડ્રોન માટે ગ્રાન્ટ
ખેડૂતોને ડ્રોનના ઉપયોગ તરફ પ્રોત્સાહિત કરવા માટે ડ્રોન ખરીદવા માટે 100 ટકા ગ્રાન્ટ અથવા દસ લાખ રૂપિયા સુધીની રકમ આપવાની કલ્પના કરવામાં આવી છે. આ સિવાય ખેડૂત ઉત્પાદક સંગઠનોને ડ્રોન ખરીદવા માટે 75 ટકા સુધીની આર્થિક સહાય (Grant for agricultural drones) આપવામાં આવશે. આ નાણાકીય સહાય 31 માર્ચ, 2023 સુધી અમલમાં રહેશે.
ખેડૂતોને જાગૃત કરવા ભારત સરકારનો પ્રયાસ
આઠથી દસ લાખ રૂપિયાના કૃષિ ડ્રોન અગ્રણી કૃષિ સંશોધન અને કૃષિ તાલીમ સંસ્થાઓને મફતમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. બદલામાં આ સંસ્થાઓ દેશભરમાં ખેડૂતોને ડ્રોન છાંટવાની તાલીમ આપશે. ખેડૂતોને શક્ય તેટલી વહેલી તકે કૃષિ ડ્રોનના ઉપયોગ વિશે જાગૃત કરવા માટે FPO અને કૃષિ સાહસિકો માટે સબસિડીવાળા દરે કૃષિ ડ્રોન આપવામાં આવશે. જેથી તેનો ઉપયોગ વધી શકે. તેમજ દેશના દરેક ખેડૂત તેનો (Awareness of agricultural drones use) ઉપયોગ કરી શકે છે.
ખેતીમાં ડ્રોનનો ઉપયોગ આ રીતે કરાય છે
1-ખેતીની જમીન અને તેના પૃથ્થક્કરણ માટે