ગુજરાત

gujarat

ETV Bharat / state

લાખોના ખર્ચે બનાવેલા ચેકડેમો શોભાના ગાંઠિયા સમાન - Gujarati News

તાપીઃ સુરત જિલ્લાના મહુવા તાલુકામાં લાખોના ખર્ચે બનેલ ચેકડેમ મરામતના અભાવે તેમાં ભંગાણ સર્જાયું છે. ચોમાસાના સમયએ ચેકડેમમાં પાણી સંગ્રહાય છે. આ વખતે તમામ ડેમોમાં ભંગાણના કારણે ચોમાસાનું પાણી વેડફાય જવાનો ખેડૂતોમાં ભય ઉભો થયો છે . જેથી ખેતીના પાક માટે પાણીની મોટી સમસ્યા સર્જાય તેમ છે .

લાખોના ખર્ચે બનાવેલા ચેકડેમો શોભાના ગાંઠિયા સમાન

By

Published : Jun 21, 2019, 3:49 AM IST

સુરત જિલ્લામાં અને તેમાં પણ ખાસ કરીને આદિવાસી વિસ્તારમાં પાણીની સુખાકારી માટે સરકાર દ્વારા લાખોના ખર્ચે ચેકડેમો બનાવવામાં આવ્યા છે. ડોલવણ અને મહુવા તાલુકામાંથી પસાર થતી નદીઓ ઉપર આ ચેક ડેમ બનાવાયા છે. ત્યારે સુરત જિલ્લાના મહુવા તાલુકામાં આ ચેકડેમની હકીકત કઈક જુદી જ જોવા મળી હતી. ચેકડેમો સુકા ભટ્ઠ જોવા મળી રહ્યા છે .વરસાદના આગમન અને ચોમાસુ બેસવાનું છે. ત્યારે આખું વર્ષ વીતી જવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર ને ચેકડેમોના ભંગારનું સમારકામ કરવાનું હજુ મુહુર્ત મળ્યુ નથી .જેથી ગ્રામજનોમાં અસંતોષ જોવા મળી રહ્યો હતો.

લાખોના ખર્ચે બનાવેલા ચેકડેમો શોભાના ગાંઠિયા સમાન

મહુવા તાલુકામાં ચેકડેમ ઉપર હજારો હેક્ટર ખેડૂતોની જમીન પાણીનો ઉપયોગ કરે છે. આ પાણીથી ખેડૂતોના પાકને જીવનદાન મળતું હોય છે. સામાન્ય રીતે ચેકડેમમાં ચોમાસા દ્વારા સંગ્રહિત થયેલ પાણીથી ખેડૂતોને શિયાળા તેમજ ઉનાળામાં પાણી મદદરૂપ થાય છે. ત્યારે બંને હાલ તરફ ચેકડેમ ભંગાણ પડતા પાણી વહી જતા ડેમ સુકાઈ ગયો છે. વારંવાર ખેડૂતોએ સ્થાનિક તંત્ર ને રજૂઆતો કરી હતી અને ચોમાસુ આવી જવા છતાં કોઈ નિરાકરણ લવાયું નથી.

જો ચોમાસાનું પાણી આ વખતે સંગ્રહિત નહિ થાય તો આવનાર ખેતીના પાકો માટે ખેડૂતોને મોટા નુકસાનની પણ ભીતિ સેવાય રહી હોવાનું ખેડૂતોએ જણાવ્યું છે. જો પાકને પાણી જ નહિ મળે તો પાક બચે કઈ રીતે અને ખેડૂતો પાણી અભાવે પાક નષ્ટ થતા મોટુ આર્થિક નુકસાન પણ ભોગવવાનો વારો આવે છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details