જાણો કઈ રીતે થયો તાપી જિલ્લામાં સિકલ સેલના રોગમાં ઘટાડો... - તાપીમાં કુપોષણનું પ્રમાણ
તાપીના લોકોમાં ધીમે ધીમે સિકલ સેલ ( Sickle Cell ) રોગને લગતી જાગૃતિ આવી છે. આથી, જિલ્લામાં રોગના પ્રમાણ પણ ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા 5 વર્ષોમાં તાપી જિલ્લામાં રોગ અંગેની આરોગ્ય વિભાગ ( Health Department Tapi ) દ્વારા આપવામાં આવેલી જાગૃતિના કારણે આ કેસોમાં 60થી 65 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
તાપી જિલ્લામાં સિકલ સેલનો રોગ
By
Published : Jun 23, 2021, 5:08 PM IST
તાપી જિલ્લામાં છેલ્લા 5 વર્ષોમાં સિકલ સેલ રોગમાં ઘટાડો નોંધાયો
જિલ્લાના 7 તાલુકાઓમાં પહેલા કરતા 60થી 65 ટકા ઘટાડો
સગર્ભા મહિલા અને બાળકોને આપવામાં આવે છે પોષણયુક્ત આહાર
તાપી: લોકોમાં સિકલ સેલ રોગને લગતી જાગૃતિ આવે અને આ રોગનું પ્રમાણ ઘટાડી શકાય તે માટે દર વર્ષેના જનજાગૃતિ કરવામાં આવે છે. ખાસ દક્ષિણ ગુજરાતમાં તાપી, આહવા અને ડાંગ જેવા વિસ્તારોમાં સિકલ સેલ ( Sickle Cell )ના કેસો સૌથી વધુ જોવા મળે છે, પરંતુ છેલ્લા 5 વર્ષોમાં તાપી જિલ્લામાં રોગ અંગેની જાગૃતિના કારણે આ કેસોમાં 60થી 65 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે.
જિલ્લામાં સિકલ સેલના રોગમાં ઘટાડો
જનજાગૃતિના કારણે સિકલ સેલના કેસોમાં ઘટાડો
દક્ષિણ ગુજરાતમાં તાપી, આહવા અને ડાંગ જેવા વિસ્તારોમાં લોકોમાં જાગૃતિના અભાવે અને કુપોષણનાં કારણે સિકલ સેલના કેસો વધુ જોવા મળતા હતા, પરંતુ છેલ્લા 5 વર્ષોમાં તાપી જિલ્લાના તાલુકાઓમાં પ્રતિવર્ષ સિકલ સેલના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. જેમાં, વર્ષ 2017 વાલોડમાં તાલુકામાં સિકલ સેલના 12 કેસો હતા. જે 2021નાં ચાલુ વર્ષે શૂન્ય (0) છે. આજ રીતે ઉચ્છલ તાલુકામાં પણ ગત વર્ષની સરખામણીમાં કેસ શૂન્ય (0) છે. વર્ષ 2018માં તાપી જિલ્લાના તાલુકાઓ મળીને 103 જેટલા સિકલ સેલના કેસો હતા. તે ચાલુ વર્ષે માત્ર ચોવીસ (24) નોંધાયા છે.
સિકલ સેલના રોગ વિશે
સગર્ભા મહિલા અને બાળકોને અપાઈ છે પોષણયુક્ત આહાર
લોકોમાં કુપોષણનું પ્રમાણ ઘટે તે માટે સગર્ભા મહિલા અને બાળકોને પોષણયુક્ત આહાર આપવામાં આવે છે. તેના કારણે જ તાપી જિલ્લાના 7 તાલુકાઓમાં અત્યારે સિકલ સેલના દર્દીઓની સંખ્યામાં 60થી 65 ટકાનો ઘટાડો થયો છે.
તાપી જિલ્લાના 7 તાલુકાના સિકલ સેલના દર્દીઓની સંખ્યા
દર્દીઓની સંખ્યા
વર્ષ
તાલુકો
2017
2018
2019
2020
2021
વાલોડ
12
00
09
04
00
વ્યારા
14
23
26
08
06
ડોલવણ
07
21
40
14
03
સોનગઢ
22
28
00
21
10
ઉચ્છલ
08
00
01
07
00
નિઝર
06
17
15
03
02
કુકરમુંડા
03
14
05
11
03
કુલ
72
103
96
68
24
સિકલ સેલ દર્દીઓ માટે તાપીમાં સુવિધાઓ
તાપી જિલ્લામાં દરેક આરોગ્ય કેન્દ્ર ખાતે સિકલ સેલ દર્દીઓની વિના મુલ્યે સારવાર
આરોગ્ય કેન્દ્રો ખાતે સિકલ સેલ દર્દીઓ માટે ન્યુમોકોકલ વેક્સિન તથા હાઈડ્રોક્સીયુરીયા તેમજ જરૂરી વિનામુલ્યે દવા
તાપી જિલ્લામાં 14 સિકલ સેલ કાઉન્સેલરો દ્વારા દર્દીઓનું કાઉન્સેલીંગ અને રેગ્યુલર ફોલોઅપ, મમતા દિવસ પર કિશોરીઓ, સગર્ભા માતાનું કાઉન્સેલીંગ
સિકલ સેલ રોગના દર્દીઓ માટે ફોલીક એસીડની ગોળી, પેરામેડિકલ સ્ટાફ, સિકલ સેલ કાઉન્સેલર દ્વારા વિનામુલ્યે સારવાર
સિકલ સેલના રોગ લક્ષણો
જિલ્લામાં 90 ટકા વસ્તીની સ્ક્રિનિંગની કામગીરી પૂર્ણ
તાપી જિલ્લાના રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. સ્નેહલ પટેલ કહે છે કે, આરોગ્ય વિભાગ દ્વારા લોકોને જાગૃત કરવામાં આવતા હોવાથી આ કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. આ વર્ષે પણ તાપી જિલ્લામાં 90 ટકા વસ્તીની સ્ક્રિનિંગની કામગીરી પૂર્ણ થઈ છે. જિલ્લામાં દરેક ગામના લોકોનું વારંવાર પ્રિરાયટલ કાઉન્સિલીંગ કરવામાં આવે છે. આ સાથે જ તમામ લોકોને ફોલિક એસિડની ગોળી તેમજ વિનામૂલ્યે ન્યુમોકોકલની વેકસીન તથા હાઇડ્રોક્સી યુરિયાની દવા આપવામાં આવે છે. સિકલ સેલના દર્દીઓને વેરા જનરલ હોસ્પિટલમાં બ્લડ ટ્રાન્સફ્યુઝન પણ વિનામૂલ્યે કરી આપવામાં આવે છે.