ચોમાસા દરમિયાન ખાસ કરીને વીજ કંપનીની કામગીરી વધારે પડતી રહેતી હોય છે. જિલ્લાના બારડોલી ખાતે કાર્યરત દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બારડોલીમાં ખુલ્લા ટ્રાંન્સફોર્મરની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખુલી હતી. બારડોલી નગરના મુખ્ય માર્ગ રાજમાર્ગ ઉપર જ ટ્રાન્સફોર્મર ખુલ્લા જોવા મળી રહ્યા છે. છતાં પણ કોઈ અધિકારીઓમાં ગંભીરતા જોવા મળી ન હતી.
DGVCLની પ્રિમોન્સૂન કામગીરીની ક્ષતિઓ આવી સામે - PRE MONSOON
બારડોલી: DGVCLની નગરમાં કરવામાં આવતી પ્રિમોન્સૂન કામગીરીની ક્ષતિઓ બહાર આવી છે. કારણ નગરના રાજમાર્ગ અને મુખ્ય માર્ગો પર મુકવામાં આવેલા વીજ ટ્રાન્સફોર્મર જીવંત બૉમ્બ સમાન બની રહ્યા છે. બેરીકેટના અભાવે કોઈ દુર્ઘટના સર્જાય તેવો સ્થાનિકોમાં ભય સર્જાયો છે.
DGVCLની પ્રિમોન્સુન કામગીરીની ક્ષતિઓ આવી સામે
બારડોલીની વીજ કંપનીની કામગીરીની વાત કરી એ તો નગરના અનેક વિસ્તારોમાં ખુલ્લા વીજ તાર , વીજ ટ્રાન્સફોર્મર ખુલ્લા જોવા મળ્યા હતા. જે ગમે ત્યારે ચોમાસા દરમિયાનમાં આફત સર્જી શકે તેમ છે. ભૂતકાળમાં પણ આવી બેદરકારી અને કામગીરીના અભાવે અનેક જાનહાનિના બનાવો બની ચુક્યા છે. તો વિસ્તારોમાં કોઈ દુર્ઘટના ન સર્જાય અને યોગ્ય કામગીરી કરવા સ્થાનીકોએ અપીલ કરી હતી .