તાપી:તાપી જિલ્લાના વડામથક વ્યારા ખાતે (BJP Workers Convention At Vyara) આજે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની ઉપસ્થિતમાં કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતા અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં આવનારી વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)ને લઈને હવે દરેક રાજકીય પાર્ટીએ તૈયારી આરંભી દીધી છે. જેના ભાગ રૂપે આજે તાપી જિલ્લા ભાજપ સંગઠન (Tapi District BJP) દ્વારા વ્યારા ખાતે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું.
વ્યારા સીટ પર ભાજપ કબજો કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો- આ સંમેલનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ભાજપની સરકારના વિકાસના કાર્યો (BJP government Development works In Tapi) અંગે કાર્યકર્તા માહિત આપી હતી. સાથે જ કોંગ્રેસનો ગઢ ગણાતી વ્યારા વિધાનસભા પર (vyara assembly constituency) આ વખતે ભાજપ કબજો કરશે તેવી આશા વ્યક્ત કરી હતી. ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, વર્ષોથી જ કોંગેસ ચૂંટાતી હતી, પરંતુ આ વખતે ભાજપાની જે તાકાત વધી રહી છે તેના આધારે આ વખતે કોંગ્રેસ તેના બિસ્ત્રા-પોટલાં બાંધી લે. ભારતીય જનતા પાર્ટીનું કમળ અહીંયા ખીલશે એવો મને વિશ્વાસ છે.
આ પણ વાંચો:Gujarat Nutrition Campaign: ગુજરાતમાં અંદાજીત 13 લાખ બાળકો કુપોષિત : CR પાટીલ