- ગામના રહીશો દ્વારા વનવિભાગને જાણ કરાયા બાદ તેઓનું માતા સાથે મિલન કરાવાયું હતું
- દીપડી પણ નજીકમાં જ હોવાનું માની તેઓ કુવાથી દૂર જતા રહ્યા હતા
- ગામના વન્યપ્રાણી પ્રેમી કૂવા પાસે પહોંચ્યા હતા
સુરતઃ મધર્સ ડે પહેલા એક માતા પોતાના બાળકને જ્યારે મળી ત્યારે ભાવુક દૃશ્યો સર્જાયા હતા. પરંતુ આ વખતે કોઈ માનવીય નહિ પરંતુ દીપડીથી વિખૂટાં પડેલા બચ્ચાનું મિલન કરાવવામાં આવ્યું છે. કાનારા ગામના એક ખેડૂતના ઘર પાસેના આવેલા કૂવામાં પડેલું દીપડીનું 1 મહિનાનું બચ્ચું મળી આવ્યું હતું. સોનગઢ તાલુકાના કાનારા ગામે ત્યાંના રહીશો કૂવા પાસેથી પસાર થતી વખતે દીપડીથી વિખૂટાં પડેલું એક મહિનાનું બચ્ચું મળી આવતા ચકચાર મચી ગયો હતો.
આ પણ વાંચોઃભિલાડ ઝરોલી માર્ગ પર ફેન્સિંગ તારમાં દીપડો ફસાયો, વનવિભાગે કર્યું રેસ્ક્યૂ
કાનારા ગામે કૂવામાંથી દીપડીથી વિખૂટું પડેલું એક મહિનાનું બચ્ચું મળી આવ્યું હતું
ગામના રહીશો દ્વારા વનવિભાગને જાણ કરાયા બાદ તેઓનું માતા સાથે મિલન કરાવાયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ, સોનગઢ તાલુકાના કાનારા ગામે કૂવામાંથી દીપડીથી વિખૂટું પડેલું એક મહિનાનું બચ્ચું મળી આવ્યું હતું. આથી દીપડી પણ નજીકમાં જ હોવાનું માની તેઓ કુવાથી દૂર જતા રહ્યા હતા અને ગામના લોકોને જાણ કરી હતી. આથી ગામના વન્યપ્રાણી પ્રેમી કૂવા પાસે પહોંચ્યા હતા.