ગુજરાતમાં દ્વારકાધીશ અને ડાકોરમાં રણછોડરાય ભગવાનનો મહિમાને લઈને ભક્તોના ટોળેટોળા દર્શનાર્થે ઉમટી પડે છે. મહારાષ્ટ્રના પંઢરપુર મા આજે મોટી અષાડી અગિયારસ નું અતિ મહત્વ છે.
તાપીમાં અષાઢી એકાદશીના રોજ મરાઠી સમાજે કાઢી શોભાયાત્રા - TAP
તાપીઃ સોનગઢ ખાતે વિઠ્ઠલ રૂખમાઈના મંદિરે મોટી અષાઢી અગિયારસના પવિત્ર પર્વના દિવસમાસે મહારાષ્ટ્રીયન જ અને અન્ય સમાજના લોકો લાખોની સંખ્યામાં શોભાયાત્રા કાઢી ભજન કીર્તન ઢોલ નગારા સાથે દર્શન કરી ધન્યતા અનુભવી. જ્યારે સમગ્ર દેશમાં દરેક રાજ્યોમાં વસવાટ કરતા મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા મોટી અષાઢી અગિયારસનો પવિત્ર પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.
tapi
સમગ્ર મહારાષ્ટ્ર માંથી મહારાષ્ટ્રીયન સમાજના વારકરી અને બીજા અન્ય સમાજના સંસ્થાઓ, મંડળો અને લોકો દૂર-દૂરથી પગદંડી પગપાળા પંઢરપુર ખાતે વિઠ્ઠલ રૂખમાઈના દર્શને જઈને દર્શન કરી આશીર્વાદ લઈ ધન્યતા અનુભવે છે. દરેક રાજ્યોમાં જિલ્લા અને તાલુકા મથકોએ પણ વિઠ્ઠલ ભગવાન અને રૂખમાઈ માતાના મંદિરો સ્થાપિત કરાયા છે. શુક્રવારે લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો ભજન કીર્તન કરતા પગપાળા જઈ દર્શન કરશે.