ઉનાળામાં મળતા ફળોમાં તાડફળીનું ફળ એટલે કે, ગલેલી પણ ઉનાળાની ગરમીમાં રાહત આપે છે. આ ફળની ખાસીયત એ છે કે, તે ઠંડી હોય છે અને તેની સાથે તે ફક્ત ઉનાળાની સીઝનમાં જ મળતી હોય છે. મુખ્ય રીતે આ ફળ ગ્રામ્ય વિસ્તારમાં વધુ જોવા મળે છે. આદિવાસી પંથક ગણાતા તાપી જિલ્લામાં મહુવા અને વાલોડ પંથકમાં તેનું વધુ ઉત્પાદન થતું હોય છે.
ઉનાળો શરૂ થતાં જ બજારમાં થયું તાડફળીનું આગમન, જાણો ખાસિયત - Gujarati News
તાપીઃ ઉનાળાના આગમનની સાથે કાળઝાળ ગરમીમાં પણ વધારો થયો છે. આ સાથે ગરમીથી બચવા ઉપાયો કરવાની સાથે વિવિધ પ્રકારના ફળોના સીઝનની શરૂઆત થઈ છે.
ઉનાળાની સીઝનની સાથે જ તાડફળીનું આગમન
ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો ગલેલીનું વેચાણ કરી રહ્યા છે. સામાન્ય રીતે ગલેલી આરોગ્ય માટે પણ ગુણકારી છે એ એક કુદરતની દેણ ગણાય છે. જાહેર રસ્તાની બાજુમાં તેનું વેચાણ કરતા હોવાને કારણે ત્યાંથી પસાર થતા મુસાફર તેમજ વાહન ચાલકો પણ ઘડી બે ઘડી થોભી આ ગલેલીનો સ્વાદ માણવાનું ચુકતા નથી. આ સાથે જ સ્થાનિકોને રોજગારી પણ મેળવી રહ્યા છે.