- વ્યારા તાલુકાના ઢોંગીઆંબા ગામે રહેતા આદિવાસીઓ દ્વારા કલેકટરને આવેદન પત્ર
- આદિવાસીની ખેતીલાયક જમીનમાં મુસ્લિમ પરિવારો દ્વારા બીનખેતીનું કૃત્ય
- મુસ્લિમ પરિવારો દ્વારા જંગલ ખાતાની જમીનોમાં પણ ગેરકાયદેસર ખોદકામ
તાપી: વ્યારા તાલુકાના ઢોંગીઆંબા ગામે રહેતા આદિવાસીઓ દ્વારા કલેકટરને આવેદન પત્ર આપતા જણાવાયું હતું કે, આદિવાસીઓની ભારતમાં ભારતીય બંધારણ હેઠળ હિતોનું રક્ષણ કરવામાં આવેલ છે. તેમ છત્તા અમારી માલીકીની મોજે ઢોંગી આંબા, ખાતા નં.116, બ્લોક/સર્વે નં. 17 વાળી મુળ આદિવાસીની ખેતીલાયક જમીનમાં મુસ્લિમ પરિવારો દ્વારા બીનખેતીનું કૃત્ય કરી ખોટી રીતે હેરાન કરી જમીન પચાવી પાડવાની ગેરકાયદેસરની પ્રવૃતિ હાથ ધરવામાં આવેલી છે તથા આ મુસ્લિમ પરિવારો દ્વારા જંગલ ખાતાની જમીનોમાં પણ ગેરકાયદેસર રીતે જમીન ખોદી કબર બનાવી ગેરકાયદેસરની પ્રવૃતિ કરવામાં આવી છે. જેમની સામે કડક પગલા ભરી અમારા આદિવાસીઓને અમારી જમીન પરત અપાવી આદિવાસી સંસ્કૃતિનું રક્ષણ કરવા તાત્કાલીક પગલા ભરશો. અને જો આ કાર્ય કરવામાં નહી આવે તો આદિવાસી દ્રારા અનશન આમરણ ઉપવાસ ઉપર ઉતરવામાં આવશે. એવી ચીમકી ઉચ્ચારી હતી
આ પણ વાંચો:ડીસામાં ખોટા દસ્તાવેજ કરી કરોડો રૂપિયાનું જમીન કૌભાંડ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ
મુસ્લિમો દ્વારા ખોટી રીતે જમીન હડપનો મુદ્દો
જ્યારે આ જ વિષય ને અનુરૂપ ભોળા આદિવાસી હિન્દુ ભીલ જનજાતીના લોકો પાસેથી મુસ્લિમો દ્વારા ખોટી રીતે જમીન હડપી લઈ જંગલ ખાતાની રક્ષીત જમીનોમાં કબર ખોદી ગેરકાયદેસરની પ્રવૃતિ કરતા હોવાથી તાપી જિલ્લા હિન્દુ જાગરણ મંચ દ્વારા કલેકટરને આવેદન આપ્યું હતું.