વાપીઃ વલસાડ જિલ્લામાં કલેક્ટર દ્વારા એક પરિપત્ર બહાર પાડી સૂચના આપી છે કે, આગામી 29 માર્ચ સુધી તમામ ઔદ્યોગિક એકમો, ઉદ્યોગગૃહો તાત્કાલિક અસરથી બંધ રાખવા. કોરોના વાઇરસના પરિણામે ઉદ્ભવેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે વાપી સાહિતીના GIDC વિસ્તારમાં આવેલા મોટા ઔદ્યોગિક એકમો તેમજ અન્ય ઉદ્યોગ ગૃહોમાં મોટા પ્રમાણમાં કર્મચારીઓ રોજગારી અર્થે દૈનિક ધોરણે આવન-જાવન કરતા હોવાથી, જેમાં હાલના પ્રવર્તમાન સંજોગોમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓના ચુસ્તપણે અમલ કરવા તેમજ કોરોના વાયરસના ફેલાવાને અટકાવવા અને તેના ઉપર નિયંત્રણ લાવવું જરૂરી હોય છે.
કોરોનાનો કહેરઃ વાપીના નાના-મોટા તમામ ઉદ્યોગો 29 માર્ચ સુધી બંધ - કોરોના અસર ન્યુઝ
કોરોના વાઇરસના પરિણામે ઉદ્ભવેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે વાપી સાહિતના GIDC વિસ્તારમાં આવેલા મોટા ઔદ્યોગિક એકમો તેમજ અન્ય ઉદ્યોગોને 29 માર્ચ સુધી બંધ રાખવાનું ફરમાન વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
29 માર્ચ સુધી બંધ રાખવાનું ફરમાન વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જેને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને પણ અવકાર્યું છે. આ અંગે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ પ્રકાશ ભદ્રાએ જણાવ્યું હતું કે, સારવાર કરતા સાવધાની વધુ મહત્વની છે. જનતા કરફ્યૂનું આહવાન વડાપ્રધાને કહ્યું છે. તેને વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનનો સંપૂર્ણ સહયોગ છે. કોરોના વાઇરસનો માસ એટેક થવાના ચાન્સ હોવાથી તકેદારી માટેનો આ માસ્ટર સ્ટ્રોક હોવાનું પણ પ્રકાશ ભદ્રાએ જણાવ્યું હતું.
કોરોના વાઇરસનો દેશમાં વધી રહેલો વ્યાપ જોતા આવનારા દિવસોમાં સરકાર દ્વારા જે પણ સૂચનો અને શરતો આપવામાં આવશે. તેનું પણ પાલન કરવામાં આવશે. તેવું વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનને જણાવ્યું હતું. ઉપરાંત લોકોમાં ખોટી માહિતી પ્રસરે નહીં, લોકોમાં ભય ન ફેલાય તે માટે જાગૃત રહેવાની અપીલ પણ કરવામાં આવી હતી.
એ જ રીતે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના સેક્રેટરી સતીષ પટેલે જણાવ્યું હતું કે, જનતા કરફ્યૂ અંતર્ગત અને 29 માર્ચ સુધી ઉદ્યોગો બંધ રાખવાની જે સૂચના તંત્ર તરફથી મળી છે તેનું ઉદ્યોગગૃહો પાલન કરશે અને આ માટે તમામ ઉદ્યોગગૃહોમાં તે પરિપત્રને પણ મોકલવામાં આવશે. કોરોના વાઇરસ સામેના આ પડકારમાં તમામ ઉદ્યોગગૃહો બનતી મદદ કરશે.