ગુજરાત

gujarat

ETV Bharat / state

Tapi News: પ્રેમ પ્રકરણમાં થયેલી ફાયરિંગની ઘટનાનો આરોપી હથિયાર સાથે ઝડપાયો - firing incident in love affair caught with weapon

તાપી જિલ્લાના ઉકાઈના પાથરડા ગામે પ્રેમ પ્રકરણના વિવાદમાં ગત તારીખ 30 એપ્રિલના રોજ એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં તાપી પોલીસે મુખ્ય આરોપી રાકેશ વસાવાને હથિયાર સાથે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે.

accused-of-firing-incident-in-love-affair-caught-with-weapon-by-tapi-police
accused-of-firing-incident-in-love-affair-caught-with-weapon-by-tapi-police

By

Published : May 7, 2023, 3:26 PM IST

તાપી જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ

તાપી: તાપીમાં પ્રેમ પ્રકરણમાં થયેલી ફાયરિંગની ઘટનામાં તાપી પોલીસે આરોપીને હથિયાર સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી લઈ આરોપી પાસેથી પોલીસે દેશી હાથ બનાવટની પિસ્તોલ અને સાત જેટલા અલગ અલગ પ્રકારના ઘાતક હથિયાર કબજે કર્યા છે. જેમાં ધારદાર વાઘના નખ જેવું પંચ, રામપુરી ચાકુ, ધારદાર સ્ટિક વગેરે ઘાતક હથિયારો પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યા છે.

જાનલેવા હુમલો: તાપી જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ઉકાઈ પાથરડા ગામમાં 30 એપ્રિલના દિવસે બપોરના સમયે પાઠરડા ગામના માછલી તળાવ ફળિયામાં રહેતા સંગીતાબેનના ઘરની સામેથી બે અજાણ્યા ઈસમો બાઇક લઇને આવ્યા હતા. સંગીતા બેનને મારી નાખવાના ઇરાદે તેમની ઉપર એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું પરંતુ સદનસીબે ગોળી તેમની પાસેથી નીકળી ગઈ હતી.

  1. Kiran Patel Case: માલીની પટેલ ફરી જેલમાં, અમદાવાદ ગ્રામ્ય કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
  2. Ahmedabad Crime: તોડબાજ પત્રકાર આશિષ કંજારીયાના 6 દિવસના રિમાન્ડ, ખુલાસા થશે

પ્રેમ પ્રકરણનો મામલો આવ્યો સામે:પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદીની પૂછપરછ કરતા તેમની પુત્ર વધુ સાથે આરોપી ઈસમને એક તરફી પ્રેમ હોવાનું ખુલ્યું હતું. આરોપી દ્વારા તેમને ફોન પર ધમકી પણ આપવામાં આવી હતી. તમામ હકીકતોને ધ્યાને રાખીને તાપી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા રાકેશ નામના ઈસમનું નામ ખુલ્યું હતું. જેનું ગુનાહિત ઇતિહાસ ચેક કરતા તે ગુનાહિત માનસિકતા ધરાવે છે અને શરીર સબંધી ગુનાઓનો આરોપો તેના પર લાગ્યા છે. આરોપી સાથે વધુ કોઈની સંડોવણીની તપાસ હાલ ચાલી રહી છે.

આરોપી પર અગાવ લાગી ચુક્યો છે હત્યાનો ગુનો:બીજી તરફ આરોપી ગુનાહિત માનસિકતા ધરાવતો હોઈ જે અગાઉ મહારાષ્ટ્રમાં હત્યાના ગુનામાં અને સાગબારામાં હત્યાની કોશિશના ગુનામાં તેમજ અંકલેશ્વરમાં છેતરપિંડીના ગુનામાં સામેલ હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details