- ABVPના કાર્યકર્તાએ અભિયાન હાથ ધર્યુ
- કોરોનાકાળમાં લાવી રહ્યા છે જાગૃતતા
- તાપીના 20 જેટલા કાર્યકર્તાઓ અભિયાનનું બેડું ઉપાડ્યું
તાપી:અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP)દ્વારા ગુજરાત પ્રાંત ભરમાં "મારું ગામ-કોરોના મુક્ત ગામ" હેતુ સાથે ગ્રામ સંજીવની અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં ABVPના કાર્યકર્તા ગામે-ગામે ઘરે ઘરે જઈને કોરોનાકાળમાં જાગૃતતા લાવી રહ્યા છે.
આ પણ વાંચો: એબીવીપી કીમ શાખા દ્વારા શરૂ કરવામાં આવ્યું મારુ ગામ કોરાના મુક્ત ગામ અભિયાન
સાચી સમજણ આપી નજીકના PHC સેન્ટરનું સંપર્ક કરાવવામાં આવે છે
વિદ્યાર્થી પરિષદ દ્વારા ગ્રામ સંજીવની અભિયાન અંતર્ગત ગુજરાત ભરના ગામડાઓમાં કોરોનાનુ સંક્રમણ અટકાવવા માટે મેડીકલ સ્ક્રિનિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે. જેના અંતર્ગત થર્મલ ગનથી શરીરનું તાપમાન, ઓક્સિમીટરથી SPO2 ચેક કરવામાં આવે છે. કોરોનાના લક્ષણો દેખાતા તેમને સાચી સમજણ આપી નજીકના PHC સેન્ટરનું સંપર્ક કરાવવામાં આવે છે. તાપી જિલ્લાના વાલોડ તાલુકાના દેલવાડા ગામ વિસ્તારમાં 650થી વધુ ઘરોના 300+ લોકોનું મેડિકલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યું. આ અભિયાન 22 મેથી 28 મે સુધી ચાલવાનું છે.
આ પણ વાંચો: કોરોના વેક્સિનેશન માટે ABVPનું જનજાગૃતિ અભિયાન
આ કાર્યમાં અનેક લોકોએ ભાગ લીધો
વિદ્યાર્થી પરિષદ માને છે કે, વિદ્યાર્થી આવતીકાલનું નહીં પણ આજનો નાગરિક છે. આ સૂત્રને સાર્થક કરતાં તાપીના 20 જેટલા કાર્યકર્તાઓ અભિયાનનું બેડું ઉપાડ્યું છે. જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના તાપી જિલ્લા પ્રચારક સુરેશભાઈ બારોટ, ABVP ગુજરાત પ્રદેશ સહમંત્રી વિર્તીબેન શાહ, ABVP તાપી જીલ્લા સંયોજક વિશાલભાઈ પટેલ, સહસંયોજક નંદનીબેન સોની, સહમંત્રી મોહિતભાઈ સોની, વાલોડ તાલુકા મંત્રી અક્ષયભાઈ ધાંગર, સહમંત્રી પ્રશાંતભાઈ સિરસાટ, વિકાશભાઈ પંચાલ, સમુંદર ભાઈ રાજપૂત, ગુજરાત રાજ્ય યુવક બોર્ડ વાલોડ તાલુકા સંયોજક મહેશભાઈ પટેલ, ગામના સરપંચ ધર્મેશભાઈ નાયક, આશા વર્કર ખુશ્બુબેન જેવા અનેક લોકોએ આ કાર્યમાં ભાગ લીધો હતો.