ગુજરાત

gujarat

ETV Bharat / state

Mumbai to Khatu Shyam yatra: એન્જીનીયર યુવકે 4 વર્ષમાં મુંબઈથી ખાટુ શ્યામ સુધીની 1350 કિલોમીટરની 41 પદયાત્રા કરી - મુંબઈથી ખાટુ શ્યામ સુધીની 1350 કિલોમીટર

મુંબઈથી રાજસ્થાનમાં આવેલ બાબા ખાટું શ્યામ ધામ સુધીના 1350 કિલોમીટરની પદયાત્રાએ નીકળેલા ચંદ્રપ્રકાશ ઢાંઢણ નામના પદયાત્રીનું વાપીમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાબા ખાટું શ્યામના ભક્તો દ્વારા સ્વાગત કરી કીર્તનનો કાર્યક્રમ યોજ્યો હતો.

a-young-engineer-walked-1350-km-from-mumbai-to-khatu-shyam-41-times-in-4-years
a-young-engineer-walked-1350-km-from-mumbai-to-khatu-shyam-41-times-in-4-years

By

Published : May 9, 2023, 12:49 PM IST

યુવકે 4 વર્ષમાં મુંબઈથી ખાટુ શ્યામ સુધીની 1350 કિલોમીટરની 41 પદયાત્રા કરી

વાપી:મૂળ રાજસ્થાનના અને મુંબઈને કર્મભૂમિ બનાવનાર એન્જીનીયર ચંદ્રપ્રકાશ ઢાંઢણ છેલ્લા 4 વર્ષથી પગપાળા મુંબઈથી રાજસ્થાનમાં આવેલ પ્રસિદ્ધ યાત્રા ધામ ખાટું શ્યામ બાબાના દર્શને જાય છે. સાયન્સનો અભ્યાસ કરી એન્જીનીયર બનેલા આ યુવકને ખાટું શ્યામ બાબાની ભક્તિમાં અને ભજનમાં અતૂટ શ્રદ્ધા છે. જે મજબૂત મનોબળ સાથે 1350 કિલોમીટરના અંતરની 41 પદયાત્રા પૂર્ણ કરી 42મી યાત્રા સાથે બાબાના દરબારમાં માથું ટેકવવા નીકળ્યા છે.

55,000 કિલોમીટરની પદયાત્રા:પોતાની આ યાત્રા અંગે ચંદ્રપ્રકાશ ઢાંઢણે ETV સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મુંબઈથી ખાટું શ્યામ ધામ સુધીની આ તેમની 42મી યાત્રા છે. વિશ્વ કલ્યાણની ભાવના સાથે તેઓ આ 1350 કિલોમીટર લાંબી યાત્રા કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 55000 કિલોમીટરથી વધુ પગપાળા ચાલી ચુક્યા છે.

ભજન ગાઈને કાઢે છે ખર્ચ:એન્જીનિયરિંગનો અભ્યાસ કરી ભજનિક બનેલા ચંદ્રપ્રકાશ ઢાંઢણ તેમની આ પદયાત્રા સાથે બાબા ખાટું શ્યામનો પ્રચાર કરી રહ્યા છે. આ પ્રેરણા તેમને અનાયાસે થઈ છે. તેનાથી પ્રેરાઈને છેલ્લા 4 વરસથી પદયાત્રા કરી રહ્યા છે. તેઓ માને છે કે બાબા તેમની પાસે આ કઠિન કાર્ય કરાવવા માંગે છે. બાબાના ભજન ગાઈ રોજી રોટી કમાતા ચંદ્રપ્રકાશ ઢાંઢણ ભજનની કમાણીમાંથી જ આ પદયાત્રા કરે છે.

પદયાત્રામાં અનેક મુશ્કેલી આવી:સાયન્સનો વિદ્યાર્થી હોવા છતાં બાબાની ભક્તિમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા આ પદયાત્રી માને છે કે, તેમની આ કઠિન યાત્રામાં ખાટું શ્યામ બાબાનો તેને અનેક વાર સાક્ષાત્કાર થયો છે. પદયાત્રા દરમિયાન નિર્જન રસ્તા પર લૂંટારાઓએ તેમનો માલ સમાન, પૈસા લૂંટી લીધા છે. જંગલ જેવા માર્ગ પર દીપડા જેવા જંગલી પ્રાણીઓનો સામનો કર્યો છે. પગપાળા જતી વખતે કુતરાએ બચકા ભર્યા છે. હાઇવે પર પૂરપાટ આવતા વાહને અડફેટે લેતા અકસ્માતમાં પગનું હાડકું તૂટ્યું છે. તેમ છતાં તેણે માત્ર ખાટું શ્યામ બાબાના આશીર્વાદથી અને તેના સહારે આ પદયાત્રાને અવિરત રાખી છે.

  1. Chardham Yatra Start: પીએમ મોદીના નામે પ્રથમ પૂજા, સંપૂર્ણ વિધિ-વિધાન સાથે ખોલવામાં આવ્યા બદ્રીનાથના દરવાજા
  2. Chardham Yatra News : ચારધામ યાત્રા આસ્થાનું કેન્દ્ર હોવા થતા કેમ ભક્તોના થઇ રહ્યા છે મોત, અત્યાર સુધીમાં 21 મુસાફરોના મોત

બાબાનો આદેશ હશે ત્યાં સુધી યાત્રા કરતા રહેશે: ચંદ્રપ્રકાશ ઢાંઢણે ETV સાથેની વાતચીતના અંતે જણાવ્યું હતું કે, જ્યાં સુધી બાબા તેમને આ યાત્રા કરાવશે ત્યાં સુધી તે આ યાત્રા કરતા રહેશે. કેમ કે 4 વર્ષ પહેલાં મુસીબતો સામે હારી આપઘાત કરવા નીકળ્યો ત્યારથી લઈને અત્યાર સુધીની દરેક પદયાત્રામાં આવતી મુસીબતોમાં બાબા જ તેનો સહારો બન્યા છે એટલે બાબાનો પ્રચાર કરવા પદયાત્રા કરતા રહેશે.

ABOUT THE AUTHOR

...view details