ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપીમાં કાર-ડમ્પરે વચ્ચે ટક્કર, 10 વર્ષીય બાળકનું મોત - Gujarati news

તાપીઃ  જિલ્લાના સોનગઢ નજીક સર્વિસ રોડ પર ઉભેલી સ્વીફ્ટ કારને ડમ્પરે પાછળથી ટક્કર મારતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 વર્ષીય બાળકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું છે.

તાપીમાં કારને ડમ્પરે ટક્કર મારતાં 10 વર્ષીય બાળકનું મોત

By

Published : Jun 5, 2019, 11:42 PM IST

તાપી જિલ્લામાંથી પસાર થતાં સુરત-ધૂલિયા નેશનલ હાઇવે પર સોનગઢ નજીક સર્વિસ રોડ પર ઉભેલી સ્વીફ્ટ કારને અજાણ્યા ડમ્પરની ટક્કર વાગતાં અકસ્માત સર્જાયો છે. ડમ્પર ચાલકે ડ્રાઇવીંગ પર કાબૂ ગુમાવતા ડમ્પરથી પાછળના ભાગે ટક્કર થઇ હતી. જેના કારણે કારમાં પાછળની સીટ પર બેઠેલા 10 વર્ષીય રીકી પટેલનું ઘટનાસ્થળે કમકમાટી ભર્યુ મોત નીપજ્યું હતુ.

તાપીમાં કારને ડમ્પરે ટક્કર મારતાં 10 વર્ષીય બાળકનું મોત

આ અકસ્માત થતાં ડમ્પર ચાલક ડમ્પર લઇને ફરાર થઇ ગયો હતો. સમગ્ર ઘટનાની જાણ થતાં સોનગઢ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી મરનાર બાળકના પિતા રાજેશભાઇ મગનભાઇ પટેલ પાસેથી ઘટનાની હકીકત જાણી હતી, ત્યારબાદ અજાણ્યા ડમ્પર ચાલક વિરૂદ્ધ ગૂનો નોંધી આગળની તપાસ હાથ ઘરી છે.

ABOUT THE AUTHOR

...view details