સુરત : તાપી જિલ્લો સમગ્ર આદિવાસી અને ડુંગરાળ પ્રદેશ છે. જ્યાં લોકો ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. જમીનની ફળદ્રુપતા કેટલી છે અને તેમાં કયા ઘટકો ખૂટે છે તે માટે સરકારે સોઇલ હેલ્થ કાર્ડ યોજના શરૂ કરી હતી જેનાથી ખેડૂતો જાણી શકે તેમના ખેતરમાં કયા ઘટકો ખૂટે છે અને કયું ખાતર ઉમેરવાથી આ ઘટકો પુરી શકાય.
તાપીના સાત તાલુકાના 930 ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ અંતર્ગત આવરી લેવાયા
કેન્દ્ર સરકારની સોઇલ હેલ્થ કાર્ડ યોજનાનો લાભ લઈને તાપી જિલ્લાના ખેડૂતો જમીનની ફળદ્રુપતા વધારીને ખેતી કરી રહ્યા છે. તાપી જિલ્લાના સાત તાલુકાના 930થી જેટલા ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ અંતર્ગત આવરી લેવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં અન્ય ખેડૂતોને પણ આવરી લેવામાં આવશે.
તાલુકાના 930 ખેડૂતોને સોઇલ હેલ્થ કાર્ડ અંતર્ગત આવરી લેવાયા
આ તકે આજરોજ તાપી જિલ્લાના ખેડૂતો આ યોજનાનો લાભ લઈને જમીનની ફદ્ધરૂપતા વધારી ખેતી કરી રહ્યા છે. તાપી જિલ્લાના 7 તાલુકાઓમાંથી 930 જેટલા ખેડૂતો હાલ આ યોજનાનો લાભ લઇ રહ્યા છે અને આગામી દિવસોમાં તાલુકામાં 5 ગામોની પસંદગી કરીને ખેડૂતોને સોઈલ હેલ્થ કાર્ડ આપવામાં આવશે.