- તાપીના ઉચ્છલ ગામમા બિરાજે છે પ્રભુ શિવ
- યુધિષ્ઠીરએ સ્થાપના કરી હોવાની માન્યતા
- વૈસાખ સુદ 8ના દિવસે દર્શનથી ટળે છે બધી વ્યાધી
તાપી: જિલ્લાના ઉચ્છલથી 30 કિલોમીટર દૂર ભગવાન ભોળાનાથનું ધારેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. ઉચ્છલ નિઝર રોડ પર ગવાણ ગામની નજીક આ સૌંદર્યથી ભરેલું ભક્તિધામ છે. જૂની શૈલીનુ આ મંદિર ભવ્ય ઇતિહાસ ધરાવે છે. પેહલા મહાદેવનું આ શિવલિંગ તાપી કિનારે હતું વર્ષ 1972માં ઉકાઈ ડેમ બનવાના કારણે શિવલિંગની જગ્યાનું સ્થળાંતર કરી સ્થાપના કરવામાં આવી હતી. સ્કંધપુરાણની કથા અનુસાર યુધિષ્ઠિરે મૂળ શિવલિંગની સ્થાપના કરી અસધારા તપ કર્યું હતું. જેનાથી પ્રસન્ન થઈ શિવજીએ તેમને જલધારા આપી જેનાથી યુધિષ્ઠિનું શરીર વજ્ર સમાન બની ગયું હતું. બાદમાં યુધિષ્ઠિરે મહાદેવને અહીંથી ન જવાં માટે વિનંતી કરી હતી. અહીંની માન્યતા એવી છે કે, વૈશાખ સુદ 8ના રોજ ધારેશ્વર મહાદેવના દર્શન કરવાથી વ્યાધી અને અલ્પમૃત્યુ ટળે છે. તેવું માનવામાં આવે છે.
જંગલ વિસ્તારમાં શિવનો વાસ
આ મંદિર સોંદર્યનું પણ પરમ ધામ છે. મેઈન રોડથી દોઢ કિલોમીટર અંદર જંગલ વિસ્તારમાં હોવાથી ચોતરફ હરિયાળી જ દેખાય છે. શ્રાવણ મહિનામાં વરસાદી વાતાવરણમાં લીલા છોડો ખીલવાના કારણે આખું જંગલ જેમ ધરતી માઁ એ લીલી રંગની ચાદર ઓઢી હોય તેવું વાતવરણ સર્જાય છે. નીચે ધારેશ્વર મંદિર સાથે મંદિરની પાછળના ભાગમાં આવેલા ડુંગર પર બે મંદિર છે. ચોમાસામાં અહીંનો માહોલ આહલાદક હોય છે.
શિવના આશીર્વાદથી યુધિષ્ઠીરે સ્થાપ્યું મંદિર
ધારેશ્વર તીર્થ હજારો વર્ષો થી અહીં સ્થાપિત છે. ધારેશ્વર તીર્થનો મહાત્મય તાપી પુરાણમાં જેવા મળે છે. તાપી પુરાણના 28માં અધ્યાયમાં ધારેશ્વર મહાદેવનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તાપી પુરાણના ઉલ્લેખ મુજબ પાંચ હજાર વર્ષ પહેલાં યુધિષ્ઠિરએ અસિધારા તપ કર્યું હતું. જેમાં શિવજી યુધિષ્ઠિરનાં તપથી પ્રસન્ન થઈ આશીર્વાદ આપ્યા હતા. જેમાં ભગવાન શિવજીએ યુધિષ્ઠિરને કહ્યું કે, "તમને તમારું રાજ્ય પાછું મળશે" અને વરદાન આપ્યું. યુધિષ્ઠિરે શિવજીને પ્રાર્થના કરી કે "હૈ પ્રભુ તમે મને તો વરદાન આપો છો પરંતુ તમારે પણ અહીં સ્થાપિત થવું પડશે" ત્યારે શિવજી "તથાસ્તુ" કહી અદ્રશ્ય થઇ ગયા.
આ પણ વાંચો :હું કાબૂલમાં રહ્યો હોત તો કત્લેઆમ થઇ જાત: અશરફ ગની
તાપીની ધાર પ્રભુ પર
આખા વિશ્વમાં ભગવાન શિવ ના 12 જયોર્તિલિંગ છે અને દરેક જયોર્તિલિંગમાં ભગવાન શિવની જ્યોતી સમાયેલી છે . તેવી જ રીતે આ ધારેશ્વર જયોર્તિલિંગને શિવજીએ વરદાન આપ્યું છે કે, "હું ધારેશ્વર જ સ્થિત છું". એવું કહેવાય છે કે, ધારેશ્વર તીર્થની અંદર યુધિષ્ઠિરે અસિધારા તપ કર્યું ત્યારે ભગવાન શિવના જયોર્તિલિંગ ઉપર તાપી માતાની પાણીની ધારા પડતી હતી અને એ ધારા રસાયણમાં પરિવર્તીત થઈ જતી હતી. ત્યાર પછી યુધિષ્ઠિરએ ભગવાન શિવની અહીં સ્થાપનાં કરી અને પાછા પોતાના વતન તરફ જતા રહે છે. ત્યાં તેમણે યુદ્ધ દ્વારા મહાભારતના યુદ્ધનો વિજય મેળવી અને પોતે રાજ્યના અધિકારી બન્યા હતા.
શિવને બહાર કાઠવામાં આવ્યા
તાપી નદીના કિનારે એક મોટા પર્વનની નીચે આ મંદિર આવ્યું છે . ગવાણ ગામથી થોડી દૂર પૂજ્ય વનવાસી બાબા( ખંડવાવાળા ધૂણીવાળા બાબાનાં શિષ્ય,મહારાષ્ટ્ર) ધ્યાન મુદ્રામાં હતા ત્યારે ધ્યાન શક્તિ દ્વારા તેમને જ્ઞાન થયું ત્યારે મહાદેવએ વનવાસી બાબા જ્યારે ધ્યાનમાં હતા ત્યારે સંકેત આપ્યો કે "હું નદી પટમાં છે" ત્યારે વનવાસી બાબાએ પોતાની ધ્યાન શક્તિનો ઉપયોગ કરી શિવજી જે જગ્યા કીધી હતી ત્યાં વનવાસી બાબા દ્વારા ખોદકામ શરૂ કરાવ્યું જેમાં આસપાસનાં ગામનાં લોકોએ સહભાગી બની વનવાસી બાબાનો સહયોગ કર્યો હતો. ખોદકામ પૂર્ણ થતાં સાક્ષાત ત્યાં ધારેશ્વર મહાદેવનું મંદિર ઉપસ્થિત છે તે બાદ વનવાસી બાબા અને બાળબ્રહ્મચારી જનકીમયા મળીને તે શિવલિંગને તેમની ઝુંપડી પર લાવી પુનઃસ્થાપિત ક્યુ હતું જ્યાં શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. જે આજનું શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર તરીકે પ્રખ્યાત છે.