ગુજરાત

gujarat

ETV Bharat / state

હાઈ-ટેક કંપનીના 450 કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, બોનસ ન ચુકવાતો હોવાનો આક્ષેપ - બારડોલી

તાપી: જિલ્લાના બારડોલીમાં આવેલી હાઈ-ટેક કંપનીમાં કામદારોએ હોબાળો મચાવ્યો હતો. હાઈ-ટેક સ્વીટ વોટર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના 450થી વધુ કામદારો હડતાલ પર ઉતર્યા હતાં.બોનસ નહીં આપવા તેમજ વર્ષોથી કામ કરતા કામદારોને પગાર નહીં વધારી આપવાના મામલે હડતાલ પાડી છે.

Tapi

By

Published : Sep 5, 2019, 11:54 PM IST

સુરત જિલ્લાના બારડોલી ખાતે આવેલ હાઈ ટેક આર.ઓ કંપની કે જ્યાં હાઈ ટેક કંપની અને સંચાલક વિજય શાહ વિવાદમાં સપડાયા છે. તેમની જ કંપનીમાં કામ કરતા 450થી વધુ કર્મચારીઓએ હડતાળનો માર્ગ અપનાવ્યો છે. કર્મચારીઓને યોગ્ય સમયે બોનસ તેમજ પગાર વધારાની માગ નહીં સંતોષાતા આજે કામદારોએ કંપનીમાં હલ્લાબોલ કર્યું હતું.

હાઈ-ટેક કંપનીના 450 કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર, બોનસ ન ચુકવાતો હોવાનો આક્ષેપ

કંપનીમાં લાંબા સમયથી કામ કરતા કર્મચારીઓ આર્થિક નાણાં ભીડને કારણે પોતાની માગ રજૂ કરી હતી. પરંતુ કોઈ યોગ્ય પ્રતિસાદ મળ્યો ન હતો. કામદારોના જણાવ્યાં મુજબ કલાકો કામકાજનું ભારણ હોવા છતાં કંપની દ્વારા કદર કરાતી નથી અને પગારના સમયે 8 હજારના પગાર પર સહીઓ કરાવી માત્ર પાંચ હજાર જ પગાર ચૂકવાતો હોવાની ફરિયાદ કરી હતી.

વહેલી સવારથી કામદારો કામથી અળગા રહી પોતાની માગ સાથે હડતાળ પર ઉતરી જતા કંપનીના સંચાલકો પણ દોડતા થયાં હતાં અને કંપનીના માલિક વિજય શાહ દોડી આવી કામદારોને સમજાવટ શરૂ કરાઇ હતી. જોકે કામદારોના આક્ષેપ અને માગ બાબતે વિજય શાહે ઢાક પીછોડો કર્યો હતો.

બારડોલી ખાતે આવેલ હાઈ ટેક સ્વીટ વોટર પ્રાઇવેટ લિમિટેડમાં 450થી વધુ કામદારો કામ કરે છે, ત્યારે પગાર વધારો અને બોનસને લઈ વિવાદ ઉગ્ર બન્યો છે અને આવનારા દિવસોમાં પણ કામદારોની માગ નહીં સંતોષાય તો ઉગ્ર પ્રદર્શન કરવાની પણ કામદારો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. જોકે હાલ પૂરતું તો કંપનીના સંચાલકે સમજાવટ કરી સમગ્ર મામલો થાળે પાડી દેવાયો છે.

ABOUT THE AUTHOR

...view details