ગુજરાત

gujarat

ETV Bharat / state

તાપી જિલ્લામાં કોરોનાના નવા 23 કેસ નોંધાયા, એક પણ મોત નહીં, જિલ્લામાં કુલ કેસની સંખ્યા 3718 થઈ - નગરજનો કોરોનાની ગંભીરતા લેતા નથી

તાપી જિલ્લામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી અહીં કોરોનાના કેસ 50ની અંદર જ આવી રહ્યા છે. જ્યારે વ્યારામાં કોરોનાના 11 કેસ નોંધાયા છે. નગરજનોમાં આ ચિંતાનો વિષય બન્યો છે. જોકે, હજી પણ નગરજનો કોરોનાની ગંભીરતા લેતા નથી તેવું લાગી રહ્યું છે.

તાપી જિલ્લામાં કોરોનાના નવા 23 કેસ નોંધાયા, એક પણ મોત નહીં, જિલ્લામાં કુલ કેસની સંખ્યા 3,728 થઈ
તાપી જિલ્લામાં કોરોનાના નવા 23 કેસ નોંધાયા, એક પણ મોત નહીં, જિલ્લામાં કુલ કેસની સંખ્યા 3,728 થઈ

By

Published : May 17, 2021, 12:25 PM IST

Updated : May 17, 2021, 1:31 PM IST

  • તાપી જિલ્લામાં છેલ્લા 3 દિવસથી કોરોનાના કેસ 50ની અંદર આવે છે
  • વ્યારામાં કોરોનાના નવા 11 કેસ નોંધાયા, નગરજનો ચિંતામાં
  • હજી પણ નગરજનો કોરોનાને ગંભીરતાથી નથી લઈ રહ્યા તેવું લાગે છે

તાપીઃ કોરોના હવે ગ્રામ્ય સ્તરે પણ પહોંચ્યો છે. ત્યારે તાપીમાં પણ કોરોનાની સ્થિતિ થોડી ચિંતાજનક જોવા મળી રહી છે. તાપીમાં છેલ્લા 3 દિવસથી કોરોનાના કેસ 50ની અંદર આવી રહ્યા છે, જેમાં વ્યારાના 11 પોઝિટિવ કેસ નોંધાયા છે, જે લોકોમાં ચિંતાનો વિષય છે.

આ પણ વાંચોઃગુજરાત કોરોના અપડેટ : રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 8,210 કેસ નોંધાયા, 14,483 લોકોએ કોરોનાને માત આપી

જિલ્લામાં કોરોનાથી રવિવારે એક પણ મોત ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો

જિલ્લામાં હજી પણ લોકો કોરોનાની ગંભીરતા લેતા નથી તેવું લાગી રહ્યા છે, જેના કારણે કોરોના કેસોમાં દર 24 કલાકે વધ-ઘટ થઈ રહ્યો છે. રવિવારે નવા 23 કોરોનાના કેસના વધારા સાથે જિલ્લાનો કુલ કોરોના કેસનો આંકડો 3718 નોંધાયા છે.

આ પણ વાંચોઃતાપી જિલ્લામાં કોરોનાના કેસનો આંક 3695 પર પહોંચ્યો

વ્યારા કોરોનાનું હોટસ્પોટ બન્યું

વ્યારા ફરીથી કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. વ્યારામાં રવિવારે નવા 11 કોરોનાના કેસ નોંધાયા છે. તાલુકાના વિવિધ વિસ્તારોમાં કોરોના કેસનો રાફડો ફાટ્યો છે. જ્યારે સોનગઢમાં 24 કલાકમાં 6 કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા છે. આ સિવાય વાલોડમાં 4, ડોલવણમાં 2 કેસ સામે આવ્યા છે. જ્યારે ઉચ્છલ, નિઝર અને કુક્કરમુંડામાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. આ સાથે જ તાપી જિલ્લામાં કોરોનાનો કુલ કેસની સંખ્યા 3,718 સુધી પહોંચી છે. આ પૈકી 2,605 દર્દીઓને અત્યાર સુધી સાજા થતા રજા અપાઈ છે. રવિવારે નવા 382 સેમ્પલ લેવાયા હતા, જે પૈકી 23 પોઝિટિવ કેસ આવ્યા હતા. તેમ જ 547 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. જિલ્લામાં કોરોના સારવાર દરમિયાન થયેલો મૃત્યુઆંક 117 પર પહોંચ્યો છે.

Last Updated : May 17, 2021, 1:31 PM IST

ABOUT THE AUTHOR

...view details