જેમાં ખાતાકિય વન મહોત્સવ અન્વયે સાવયો આદિવાસી-6CFPમાં નિલગીરી 20805, અરડુસો 370, લીમડો 14297, શરૂ 4240, બાવળ 57475, સાગ 156498, ફળાઉ 159607, ફુલછોડ 32,399, અન્ય 354309 મળી 8 લાખ. મનરેગા હેઠળ નિલગીરી 18500, લીમડો 10000, બાવળ 17001, સાગ 163000, ફળાઉ 74522, ફુલછોડ 13000, અન્ય 253977 મળી 5.50 લાખ મળી કુલ 14 નર્સરીઓમાં નિલગીરી 39305, અરડુસો 370, લીમડો 24297 , શરૂ 4240, બાવળ 74776, સાગ 319498, ફળાઉ 234129, ફુલછોડ 45399, અન્ય 608286
વન મહોત્સવ નિમિત્તે 15.80 લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો
તાપીઃ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા તાપી જિલ્લામાં 70માં વન મહોત્સવ નિમિત્તે 7 તાલુકાઓમાં વનીકરણની વિવિધ યોજનાઓ હેઠળ જુદા જુદા 15.80 લાખ જેટલા રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે.
જ્યારે ડીસીપી નર્સરી યોજના હેઠળ આદિવાસી-6CFPમાં 8 નર્સરીમાં નિલગીરીના 8000, સાગ 12000, ફળાઉ 15000, ફુલછોડ 9500, અન્ય 55500 મળી 1 લાખ, ખાસ અંગભૂત મહિલા નર્સરી-SCP હેઠળ 7 નર્સરીમાં નિલગીરી 9100, બાવળ 3000, સાગ 10000, ફળાઉ 12500, ફુલછોડ 13700, અન્ય 21700 મળી 70 હજાર તેમજ SHG ગૃપ નર્સરી યોજનામાં 7 નર્સરીઓમાં નિલગીરી 3000, લીમડો 500, શરૂ 4000, બાવળ 1750, સાગ 12000, ફળાઉ 11800, ફુલછોડ 3000, અન્ય 22950 મળી 60 હજાર, તાલુકાવાર જોઈએ તો નિઝર,કુકરમંડા 5 નર્સરીઓમાં 86300, ઉચ્છલ 6 નર્સરીઓમાં 403700, વાલોડ 4 નર્સરીઓમાં 200000, વ્યારા-ડોલવણમાં 11 નર્સરીઓ 440000 અને સોનગઢમાં 9 નર્સરીઓ મારફત 450000 મળી એકંદરે 7 તાલુકાઓમાં 35 નર્સરીઓ મારફત 15.80 લાખ રોપાઓનો ઉછેર કરવામાં આવ્યો છે.