આ અધિવેશનમાં સમગ્ર દુનિયાના 150થી વધારે દેશના પ્રતિનિધિઓ અને આદિવાસી સમાજના આગેવાનો ભેગા થઈને આદિવાસી સમાજના અધિકારો, કલા, સંસ્કૃતિ, ભાષા, આદિવાસી સમાજની પરિસ્થિતિ, સમગ્ર વિશ્વ સમાજના પર્યાવરણ અને આબોહવાના બચાવવા માટે વગેરે મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય સ્તરના અધિવેશનમાં ગુુજરાતના 7 આદિવાસી આગેવાનોએ ભાગ લીધો આ આંતરરાષ્ટ્રીય સ્તરના અધિવેશનમાં ખાસ કરીને ગુજરાતના આદિવાસી સમાજના પ્રતિનિધિઓ ડો. સુરેશભાઈ ચૌધરી અને લાલસિંગભાઈ ગામીત દ્વારા ભારત દેશમાં પર્યાવરણ અને આદિવાસી સમાજના હક અને અધિકારી પર પેપર રજૂ કરવામાં આવ્યા હતા. આદિવાસી સમાજની હાલની પરિસ્થિતિ, હક, અધિકાર, કલા, સાહિત્ય, પરંપરા , 5 અને 6 અનુસૂચિ, મોબ લીન્ચીંગ વગેરે મુદ્દાઓને સાંકળવામાં આવ્યા હતા.
આ અધિવેશનમાં સમગ્ર દુનિયાના આદિવાસી સમાજના પ્રતિનિધિઓ પોતાના પરંપરાગત પહેરવેશમાં આવ્યા હતા. જેમાં આપણા ગુજરાતના આદિવાસી પ્રતિનિધિઓ પણ પરંપરાગત પહેરવેશ જેવા કે, ધોતિયું, ખમીસ, ટોપી, ફાળિયું વગેરે પહેરવેશ સાથે રજૂઆત કરવા માટે યુનાઇટેડ નેશન (UNO)ની જનરલ એસેમ્બલીમાં ગયા છે.
આ સાથે વર્ષ 2019ને આંતરરાષ્ટ્રીય આદિવાસી ભાષા વર્ષ તરીકે ઉજવાય રહ્યું છે. ડો. શાંતિકર વસાવા દ્વારા UNESCOની સ્ટીરીંગ કમિટીમાં ભાગ લીધો અને આદિવાસી સમાજમાં ભાષા અને સંસ્કૃતિનું મહત્વ વિષય ઉપર આદિવાસી ભાષામાં UNTV સાથે વાર્તાલાપ કરી હતી. આ આંતરરાષ્ટ્રીય સ્તરના અધિવેશનમાં ગુજરાતના તાપી જિલ્લાના આદિવાસી સમાજના આગેવાનો અમરસિંહ ચૌધરી, ડો. શાંતિકર વસાવા, કલ્પેશભાઈ ઢોડિયા, દિનેશભાઈ વસાવા અને વિરલભાઈ કોંકણીએ ભાગ લીધો છે.