- નવા 11 કેસ સાથે તાપી જિલ્લામાં કોરોના દર્દીના 122 કેસ એક્ટિવ
- વધુ એક દર્દીનું મોત થયું
- કોરોના ટેસ્ટ માટે 906 સેમ્પલ લેવામાં આવ્યા
તાપી : તારીખ 26મી મેના રોજ તાપી જિલ્લામાં કોરોનાના વધુ 11 કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ 3820 કેસો નોંધાઈ ચૂક્યા છે. અત્યાર સુધી કુલ 3577 દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે 906 સેમ્પલ લેવામાં આવ્યા છે.
આ પણ વાંચો : ગ્રામ્યમાં બુધવારે કોરાનાના 172 પોઝિટિવ કેસ નોંધાયા
જિલ્લામાં કુલ 121 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા
વાલોડના આનંદ વિહારની 59 વર્ષીય મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આ સાથે કોરોનાની સારવાર દરમિયાન કુલ 103 દર્દીઓ મોત નિપજ્યા છે. જ્યારે કોરોનાથી 18 દર્દીઓના મોત સાથે જિલ્લામાં કુલ 121 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે.
આ પણ વાંચો : કોરોના અપડેટઃ 24 ક્લાકમાં નવા 2.11 લાખ કેસ, 3,847 મોત
તાપી જિલ્લામાં નોંધાયેલ કોરોના નવા 11 કેસ
- 59 વર્ષિય મહિલા – આનંદવિહાર –વાલોડ
- 30 વર્ષિય પુરુષ – અલગટ,તા.વાલોડ
- 65 વર્ષિય પુરુષ – ચાસા ફળિયું –તીતવા,તા.વાલોડ
- 64 વર્ષિય પુરુષ –ચાંપાવાડી,તા.વ્યારા
- 28 વર્ષિય પુરુષ –ગાયત્રી નગર –વ્યારા
- 31 વર્ષિય મહિલા – જુનુ ઢોડિયાવાડ – વ્યારા
- 22 વર્ષિય પુરુષ – KAPS –ઉંચામાળા,તા.વ્યારા
- 49 વર્ષિય મહિલા – નિમ્ભોરા,તા.કુકરમુંડા
- 21 વર્ષિય મહિલા – નિમ્ભોરા,તા.કુકરમુંડા
- 48 વર્ષિય પુરુષ – વેલદા,તા.નિઝર
- 50 વર્ષિય પુરુષ – કોઠલી,તા.નિઝર