તાપીમાં 106 વર્ષના ચંદ્રકાંતા બેને કર્યું મતદાન
તાપી: લોકશાહીના પર્વની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે યુવા મતદારોની સાથે સતાયુ મતદારોએ પણ ખૂબ જ ઉત્સાહથી મતદાન કર્યું હતું. જેમાં કરચેલીયાના 106 વર્ષના વૃદ્ધા અને તેમના ૯૭ વર્ષના ભાઇએ પણ મતદાન કર્યું હતું.
ચંદ્રકાંતા બેન
બારડોલી લોકસભા બેઠક ઉપર મહિલા અને પુરુષો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. પ્રથમ વખત મતદાન કરતા યુવાનોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું હતું. આ વખતે મતદાન કરવા માટે સતાયુ મતદારો પણ પાછળ ન રહ્યા. કરચેલીયાના ચંદ્રકાંતા બેન કે જેવો ૧૦૬ વર્ષના છે તેઓએ પણ મતદાન કર્યું હતું જોકે તેઓ ચાલવા માટે અસમર્થ હોવા છતાં મતદાન કરવા માટે આવ્યા હતા. તેઓ ચાલવામાં એસમર્થ હતા તેથી તેમના પુત્રવધૂ અને પુત્ર મતદાન કરાવા માટે તેમને ખુરશીમાં લઇને આવ્યા હતા.