સુરેન્દ્રનગરમાં રોડ બનાવવાની માગ સાથે મહિલાઓનું ટોળુ કલેક્ટર કચેરીએ ધસી આવ્યું - Woman's gives application
સુરેન્દ્રનગર: શહેરના નવા 80 ફુટ રોડ પર આવેલ સારસ્વતનગર-2 ની મહિલાઓએ અધિક કલેકટરની કચેરીએ જઈ રજૂઆત કરી છે. પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે અગાઉ વઢવાણ પાલિકાના સત્તાધીશોને રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ જેમની તેમ રહેવા પામી છે, આથી આ વિસ્તારમાં ઝડપથી રોડની સુવિધા આપવાની સ્થાનિક રહીશોએ રજૂઆતના અંતે માંગ ઉઠાવી છે.
સ્પોટ ફોટો
આ વિસ્તારમાં ગટર અને પાણીની પાઇપલાઇનની કામગીરી પૂરી થઈ જવા છતાં આ વિસ્તાર રોડની સુવિધાથી વંચિત રહેતા સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, હાલમાં વરસાદી માહોલ જામતા આ વિસ્તારમાં ચીકણી માટીના કારણે બાળકોને સ્કુલે આવન જાવન કરવામાં તેમજ દર્દીઓને દવાખાને લઈ જવામાં તારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે.