સુરેન્દ્રનગર: મુખ્ય સરકારી હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ અંદાજે 44 વર્ષની મહિલાનું મોત નિપજ્યું હતું. આ મહિલા વઢવાણ તાલુકાના દેદાદરા ગામની રહેવાસી હતી. તેને શ્વાસની તકલીફ થતા સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર આઇસોલેશન વોર્ડમાં મહિલાનું મોત - કોરોના વાઈરસ
કોરોના વાઈરસના ફેલાવા અને લોકડાઉન દરમિયાન સુરેન્દ્રનગરની મહાત્માં ગાંધી જનરલ હોસ્પિટલમાં એક મહિલીનું શંકાસ્પદ રીતે મોત નિપજ્યું હતું. આ મહિલા આઈસોલેશન વોર્ડમાં દાખલ હતી.
સુરેન્દ્રનગર આઇસોલેશન વોર્ડમાં મહિલાનું મોત સુરેન્દ્રનગર આઇસોલેશન વોર્ડમાં મહિલાનું મોત
આ મહિલામાં કોરોના વાઈરસના લક્ષણો હોવાની આશંકાને ધ્યાનમાં રાખીને આરોગ્ય તંત્રએ સેમ્પલ લઈ અમદાવાદ રિપોર્ટ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી છે.
જિલ્લા આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્રએ મહિલાના મોતનું કારણ જણાવ્યું નથી.