સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના અનેક ગામડામાં પાણીની અછતના કારણે (Water Problem in Surendranagar) મહિલાઓને પાણી માટે વગડામાં રઝળપાટ કરવો પડે છે. જેમાં અમુક ગામોમાં તો પાણીના અભાવે લોકો હિજરત પણ કરી ગયા છે, ત્યારે આજે અમે તમને એક એવા ગામની મુલાકાત કરાવીશુ જે ગામલોકોના સહીયારા પ્રયાસથી ગામમાં પાણીની સમસ્યા કાયમ માટે ભૂતકાળ બની ગઇ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા લીંબડી તાલુકાના પાંદરી ગામની વસ્તી 1000 જેટલી અને ગામા ટોટલ 172 જેટલા ઘર આવેલા છે. ગામના બધા ઘરે ભૂગર્ભ પાણીના ટાંકા છે. જેની અંદર આઠથી દસ હજાર લીટર (Rainwater Harvesting) જેટલું પાણીનો સંગ્રહ થાય છે.
Rainwater Harvesting : પંખીના માળા જેવડા ગામે જળ એ જ જીવન સૂત્રને કર્યું સાર્થક આ પણ વાંચો :Kaprada Astol Water Scheme: આ જિલ્લામાં પીએમ મોદી કરોડોની યોજનાનું ઉદ્ઘાટન કરશે
પાણી ભરવા દુર જવા પડતુ હોય છે - માજી સરપંચ ત્રિભોવન પટેલે જણાવ્યું હતું કે, આ ટાંકામાં ચોમાસાની સિઝનમાં (Pandri village Rainwater Harvesting) પડતું વરસાદી પાણીનો સંગ્રહ થાય અને તે પાણી ગામના લોકો વાપરી શકે તે માટેનું કામ ગ્રામજનોએ કર્યું છે. આમ તો કહેવાય છે કે, સૌરાષ્ટ્રમાં કાયમી દુકાળ હોય છે. તે માટે છેવાડાના ગામડામાં પૂરતું પાણી મળે નહીં અને પાણી માટે એક બે કિલોમીટર દૂર ચાલીને પાણી ભરવા જવુ પડે તેવી પરિસ્થિતિ ક્યારેક આવે. જેથી ગામના ભાઈઓ ટ્રેક્ટર લઈને અને બહેનો માથે બેડા લઈને પાણી ભરવા જતા હતા. જે પાણી આવતું હતું તે ખારાશ વાળું આવતું હતું. માટે વાસ્મો દ્વારા લોકભાગીદારીથી 58 લાખના ખર્ચે બનાવવામાં આવ્યા હતા. જેમાં 10 ટકા ઘર દીઠ અને 90 ટકા જન સેવા વિકાસ મંડળ જે NGO છે.
આ પણ વાંચો :આ શહેરમાં પાણી કાઢી નાખશે લોકોનું તેલ, 15 લાખ લોકોને થશે અસર
પાંદરી ગામે બીજાને રાહ ચીંધી - NGO પાણી બચાવો અને તે ઉપયોગ કેવી રીતે કરવો તે માટે કાર્ય કરે છે. તેની સાથે આયોજન કરી આખા ગામના લોકો ભેગા થઈને આ કામ કર્યું છે. તેમાં સારી સફળતા મેળવી છે. હાલ પણ આખા ગામના લોકો વરસાદી પાણી વાપરે છે અને બીજા લોકો પણ આ કાર્ય કરે અને આગળ આવે તો ગામમાં કે રાજ્યમાં પાણીનો દુષ્કાળ પડે નહીં. આ પાંદરી ગામના લોકો બીજાની રાહ ચીંધે અને બીજા લોકો પણ વરસાદી પાણીનો (Rain Water in Surendranagar) સદ ઉપયોગ કરે તો બારે માસ લીલાલહેર રહે અને ગામ અને રાજ્યમાં પાણીની સમસ્યા કાયમી હલ થઈ શકે છે,