ગુજરાત

gujarat

ETV Bharat / state

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના 12થી વધુ ગામોમાં પાણીની વિકટ સમસ્યા - water isuu

સુરેન્દ્રનગરઃ સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા તાલુકાના 12થી વધુ ગામોમાં પીવાના પાણીની વિકટ સમસ્યાથીને ખેડૂતો અને માલધારીને વિકટ પરિસ્થિતિનો સામનો કરવાનો વખત આવ્યો છે. સારો વરસાદ થયો હોવા છતા પુરતુ પાણી નથી મળી રહ્યું, આ સાથે તળાવ ભરાય નહી ત્યાં સુધી સરકાર દ્વારા નર્મદાનું પાણી આપવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

્ુિપુિપ

By

Published : Jun 21, 2019, 9:26 PM IST

સુરેન્દ્રનગર ધાંગધ્રા તાલુકાના સીતાપુર ખાવડા પથુગઢ જોડી નવલગઢ જસાપર ગામના તળાવો ખાલીખમ અને બોર, કુવાના તળ પણ ઊંડા ઉતરી જતા પાણી માટે રઝળપાટ કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. ગામડાઓમાંથી પસાર થતી મોરબી બ્રાંચ કેનાલ ખાલીખમ છે, ત્યારે નર્મદાના નીરની માંગ સાથે કલેક્ટર કચેરી પર ગામ લોકોએ આક્ષેપ કર્યો કે, આ બ્રાન્ચની કેનાલમાં પાણી માટે અનેકવાર રજૂઆત કરવા છતાં કાર્યવાહી કરવામા નથી આવી. આ સાથે વરસાદ થાય અને તળાવ ભરાય ત્યાં સુધી સરકાર દ્વારા નર્મદાનું પાણી આપવા નહી આવે તો ખેડૂતો અને માલધારીઓ ઉપવાસ આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી.

સુરેન્દ્રનગરના ૧૨થી વધુ ગામોમાં પાણીની સમસ્યા.

ABOUT THE AUTHOR

...view details