ગુજરાત

gujarat

ETV Bharat / state

તરણેતર મેળે અમે મેળે ગ્યાતા... આદિવાસીઓની જૂની પરંપરા આજના સમાજનો મોર્ડન કન્સેપ્ટ - famous-tarnetar-mela

ન્યૂઝ ડેસ્કઃ સૌરાષ્ટ્રમાં ત્રણ મેળા મહત્વના છે. જેમાં એક ભવનાથનો શિવરાત્રિનો મેળો, ઘેડ પ્રદેશમાં માધવપુરનો મેળો અને પાંચાળનો તરણેતરનો મેળો. આ ત્રણેય મેળા વિવિધતા ધરાવે છે. તરણેતરનો મેળો છે એ રંગનો મેળો છે, માધવપુરનો મેળો એ રૂપનો મેળો છે અને શિવરાત્રિનો મેળો છે, એ ભક્તિનો મેળો છે. ઉત્સવ ઉજવણીની સાથે જીવનસાથી શોધવાની આ જૂની પરંપરા કહેવાતી આદિવાસી પ્રજાની હાલના સમયમાં સમાજ માટેનો મોર્ડન કન્સેપ્ટ છે. જેથી આજે આપણે તરણેતરના મેળા વિશે વાત કરીશું.

તરણેતર મેળે અમે મેળે ગ્યાતા... આદિવાસીઓની જૂની પરંપરા આજના સમાજનો મોર્ડન કન્સેપ્ટ

By

Published : Sep 1, 2019, 12:41 PM IST

Updated : Sep 1, 2019, 12:53 PM IST

ખાસ કરીને તળપદા કોળી જ્ઞાતિ જે પાંચાળ વિસ્તારમાં સ્થિર‍ થયેલી છે. આ તરણેતરના મેળાનો એ લોકોનો મોટો ઉત્સાહ જોવા મળે છે. એક મેળો જાય એટલે તરત જ તે બીજા મેળા સુધી તેની તૈયારી થઈ જતી હતી. બળદ માટેના શણગાર મેળામાં સજીને આવતા દરેક ગામના બળદગાડાના અલગ અલગ ઉતારા રહેતા હતાં. આ ઉતારામાં લોકો ત્રણ દિવસ સુધી સતત આનંદ કરતા.

તરણેતરના મેળાના દ્રષ્યો

તરણેતરનો મેળો

તરણેતરનો મેળો સૌરાષ્ટ્રની આદિવાસી પ્રજાનો સૌથી મોટો મેળો છે. તરણેતરના મેળાનો શુભ આરંભ ત્રીનેશ્વર મહાદેવના મંદિરના ધજારોહણથી કરવામાં આવે છે. વિવિધ પ્રકારના ભરતકામવાળા રંગીન પોષાક અને ચળકતા ઘરેણાં પહેરીને આદિવાસી લોકો ઢબુકતા ઢોલ સાથે રાસ રમવા ઉમટી પડે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે, આ પ્રજા માટે તરણેતરનો મેળો ફક્ત ઉત્સવ નથી. પણ સાથો સાથ લગ્ન માટે જીવનસાથી પસંદ કરવા માટેની જગ્યા પણ છે! આજના મોર્ડન સમયમાં પણ શરૂ રહેલો એક પ્રકારનો ઇન્ફોરમલ સ્વયંવર માત્ર છે. લગ્ન માટે ઉત્સુક મુરતીયાઓ રંગીન ધોતી અને એકદમ સુશોભીત બંડી પહેરે છે. એમ કહેવાય છે કે, પરણવા ઇચ્છુક યુવાનો તેમના હાથે એકાદ વર્ષ મહેનત કરીને અરીસા, મોતી તેમજ જટિલ ભરતકામ દ્વારા સજાવે છે, જેથી એ છત્રીની કળા-કારીગરી વડે એ પોતાની સંભવિત પત્નીને આકર્ષી શકે. રબારી સ્ત્રીઓનું મેરેજ સ્ટેટસ પણ પહેરવેશથી સ્પષ્ટ થાય નક્કી છે. જે સ્ત્રીઓ કાળો ચણીયો પહેર્યો હોઈ તે પરણિત છે અને જો લાલ ચણીયો હોઈ હજુ સુધી કોઈ સાથે છેડા બાંધ્યા નથી. પણ બાંધવા તૈયાર છે..!

પારંપરિક રીતે એવું મનાય છે કે, જો કોઈ છોકરી કોઈ પુરુષ સાથે વાત કરવા અટકે તો સમજવું કે એને પોતાની પસંદગીનો ભરથાર મળી ગયો છે. શહેરી લોકો જેને પછાત ગણે છે તેવી આ પ્રજામાં પસંદગીનો હક સ્ત્રીઓને છે. જે એક ક્રાંતિકારી પગલું ગણી શકાય છે અને પાછું જ્યાં સુધી એકબીજા સાથે ફાવે નહીં ત્યાં સુધી લગ્ન પણ નહીં. તરણેતરના મેળા પાછળ એક ઐતિહાસિક કથા હોવાની માન્યતા છે. કહેવાય છે કે, અર્જુને મત્સ્યવેધ કરી દ્રૌપદીનો હાથ જીત્યો તે સ્વયંવર અહીં ત્રીનેશ્વર મહાદેવના મંદિરે રચાયો હતો. મૂળ આ મંદિર પહેલી સદીમાં બન્યું હતું, પણ તે પછી ઓગણીસમી સદીમાં વડોદરાના રાજા ગાયકવાડે જીર્ણોધ્ધાર કરવ્યો હતો. મંદિરની બાજુમાં આવેલા કુંડ પણ અત્યંત પવિત્ર ગણાય છે. તેવી પણ દંતકથા છે કે, આ મંદિર નજીક આવેલા એક મેદાનમાં મહાભારત યુદ્ધ સમયે ઉત્સવ યોજાતો રહ્યો છે, આ પણ ઐતિહાસિક દ્રષ્ટિએ 200થી 250 વર્ષથી આ સ્વયંવરની પરંપરા ચાલી રહી છે. ઉત્સવના દિવસોમાં આજુબાજુના ગામોમાંથી નીકળેલા અસંખ્ય લોકોના હાલો મેળામાં... જેવા નાદ સાથે મેળામાં પહોંચે છે.

તરણેતરના મેળાના દ્રષ્યો

અતિ પ્રચીન ત્રીનેશ્વર મહાદેવ મંદિર

અહીં આવેલા પ્રસિદ્ધ ભગવાન ત્રીનેશ્વર મહાદેવના મંદિરે આ મેળો ભરાય છે. ત્રીનેશ્વર મંદિર થાનગઢ તાલુકામાં ધ્રાંગધ્રા જતાં માર્ગ પર તરણેતરમાં છે. તરણેતર મંદિરની સ્થાપના વિશે લોકવાયકા છે કે, અયોધ્યાનાં સૂર્યવંશી રાજા યુવનાશ્વ નિ:સંતાન હોવાથી તેણે તેમના ગુરુ વશિષ્ઠના સુચનથી યજ્ઞ કર્યો હતો. જેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો. જેનું નામ મંધાતા હતું અને આ તરણેતરનું મંદિર મંધાતાએ બંધાવેલ હતું. આ ઉપરાંત આ મંદિર સાથે એક એવી વાત પણ જોડાયેલ છે. જેમાં મહાભારતના સમયે દ્રુપદ નગરી પાંચાળમાં હતી. મહાભારતની કથા અનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદીનો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવ્યો હતો. આ સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલા અને હાલમાં આ સ્થળ ઉપર જે કુંડ આવેલા છે, તેમાં અર્જુન દ્વારા મત્સવેદ થયો હતો. આ રીતે દ્રૌપદીનાં વિવાહનો પ્રસંગ તરણેતર સાથે જોડાયેલો છે. ઈતિહાસકારોના મત મુજબ, તરણેતર મંદિરનું બાધકામ દસમી સદીની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની છે.

તરણેતરના મેળાના દ્રષ્યો
Last Updated : Sep 1, 2019, 12:53 PM IST

ABOUT THE AUTHOR

...view details